Site icon Gujarat Mirror

મોરબીના મયુરબ્રીજ પર મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટમાં તોડફોડ

મોરબીની શાન અને મોરબીવાસીઓ માટે વિસામાની કે પછી જોગીંગ માટેની એકમાત્ર ફેવરીટ જગ્યા એવા મયુરબ્રીજ પર આઈ લવ મોરબી સેલ્ફી પોઈન્ટ મહાનગરપાલિકા દ્વારા મુકવામાં આવ્યો હતો જે સેલ્ફી પોઈન્ટને નુકશાન કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મોરબીના નવલખી રોડ પર રહેતા અને મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સૂર્યકાન્તભાઈ કલાપાભાઈ પાટીલ (ઉ.વ.53) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 14 ઓગસ્ટના રોજ મોરબીના મયુર બ્રીજના મધ્ય ભાગે મહાનગર પાલિકા દ્વારા મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ લવ મોરબી અંદાજીત કીમત રૂૂ 2 લાખને કોઈ અજાણ્યા ઇસમેં નુકશાન કર્યું હતું મોરબી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version