ગુજરાત

કાલથી બે દિવસ હાપાથી ઉપડનારી વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ડાઈવર્ટ રૂટ પર દોડશે

Published

on

આંશિક રૂટ ફેરફારને ધ્યાને લેવા યાત્રિકોને અનુરોધ

ઉત્તર રેલ્વે માં સ્થિત જલંધર કેંટ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટના કામને કારણે 22 ઓક્ટોબર, 2024ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ અને 23 ઓક્ટોબર, 2024ના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહિયાન ખાસ-કપૂરથલા-જલંધર સિટી થઈને દોડશે.

આ ટ્રેન જે સ્ટેશને નહીં જાય તેમાં જલંધર કેન્ટ નો સમાવેશ થાય છે. રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂૂ કરે અને ટ્રેનો ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version