ગુજરાત

ક્ષત્રિય અગ્રણી PT જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો

Published

on

કારખાનેદારને 60 લાખ 3 ટકા વ્યાજે આપ્યા, 70.80 લાખ ચૂકવ્યા છતા કોરા ચેકોમાં સહી કરાવી મકાનની ફાઇલ પડાવી લીધી

રાજકોટના અગ્રણી બિલ્ડર અને રાજપૂત સમાજના આગેવાન તેમજ લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિય રીતે ભાગ લેનાર પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.


એક કારખાનેદારે પી.ટી. જાડેજા પાસેથી રૂા.60 લાખ 3 ટકા વ્યાજે લીધા બાદ રૂા.70.80 લાખ ચૂકવી દેવા છતા વધુ વ્યાજ મેળવવા માટે પાંચ એક ઉપર સહી કરાવી મકાનના ઓરિજીનલ દસ્તાવેજ પડાવી લીધાની અને સાટાખત ભરાવી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી વિગતો મુજબ, રાજકોના સુર્યદય સોસાયટીમાં ગંગા એપાર્ટમેન્ટ સામે કાલાવડ રોડ પર રહેતા અને જુના માર્કેટીંગ યાર્ડ પાસે ગજનંદ રી-પાવરીંગ નામે કારખાનું ચાલવતા સુરેશભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ.60) માલવીયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં બ્રીગ બઝારમાં આશાપુરા ફાયન્સ નામે ઓફીસ ધરાવતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) તથા તપાસમાં ખુલે તે તમામના નામ આપ્યા છે. સુરેશભાઇએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ રી-પાવરીંગનું કારખાનું ચાલવતા હોય. ગત ફેબ્રુઆરી 2024માં એટલે કે 10 મહીના પૂર્વે તેમને ધંધાના કામ માટે 60 લાખ રૂપિયાની જરૂર પડતા તેના મિત્ર યશપાલભાઇ પટગીર સાથે વાતચીત કરતા પી.ટી.જાડેજા જે વ્યાજ રૂપિયા આપે છે. તેમની સાથે મિટીંગ કરવાની વાત કરી હતી.

જેથી બન્ને રૂબરૂ મળવા ગયા ત્યારે પી.ટી.જાડેજાએ મકાનના દસ્તાવેજ વગર પોતે વ્યાજે રૂપિયા આપતા નથી તેવી વાત કરી હતી. ત્યારે યશપાલ પટગીરે સુરેશભાઇ જુના મિત્ર હોય સાટાખત ઉપર રૂપિયા આપવાની વાત કરી હતી અને જે ખર્ચ થયા તે પણ ચૂકવી આપવાનું કહ્યું હતું. 60 લાખ 3 ટકા વ્યાજે આપવાનું નક્કી ર્ક્યુ હતું. પી.ટી.જાડેજાએ ગોંડલ ખાતેના પોતાના વકીલ પાસે મકાનના દસ્તાવેજની અસલ ફાઇલ આપવા જણાવ્યું હતું. ફાઇલ આપી દીધા બાદ 20 દિવસ પછી વકીલ પાસે ફાઇલ લેવા ગયા ત્યારે અસલ ફાઇલ પી.ટી.જાડેજાના બીજા વકીલ 150 રીંગ રોડ પર ગીરીરાજ હોસ્પિટલ પાસે ઓફીસ ધરાવતા વકીલને આપી હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ સુરેશભાઇ અને તેના મિત્ર યશપાલભાઇ તે વકીલની ઓફીસે ગયા ત્યારે સાટાખત તથા પાવર નામું અને મકાનના અસલ દસ્તાવેજની ફાઇલ વકીલે તેની પાસે રાખી હતી અને પી.ટી.જાડેજાને મળવા માટે કહ્યું હતુ. પી.ટી.જાડેજાએ ત્રણ મહિનાનું ત્રણ ટકા લેખે એડવાન્સ 5.40 લાખ વ્યાજ કાપી 29.60 લાખ રોકડા અને રૂા.25 લાખ આરટીજીએસ એમ કુલ 54.60 લાખ આપ્યા હતા. અને સેક્યિુરીટી પેટે નાગરીક બેન્કના 5 લાખના સાત ચેક લખાવી લીધા હતા.

સુરેશભાઇ દર મહિને રૂા.1.80 લાખ યશપાલભાઇ પટગીરને વ્યાજ આપતા હતા. જે પી.ટી.જાડેજાને પહોંચાડી દેતા હતા. નિયમિત ત્રણ ટકા લેખે 10.80 લાખ વ્યાજ ચૂકાવ્યા બાદ 21/8/2024ના રોજ પી.ટી.જાડેજાની ઓફીસમાં કામ કરતા હશુભાઇનો ફોન આવ્યો અને મુદલની રક્મ 11મી તારીખે આપી જાજો તેમ કહ્યું હતું. સુરેશભાઇએ પોતે પહોંચી શક્યા તેમ નથી જેથી વ્યાજ આપીશ તેમ કહ્યું હતું.


આ બાબતે પી.ટી.જાડેજાએ મુદલ રક્મ આપવા માટે સતત દબાણ કરતા હોય જેથી ગત તા.10/9/2024ના રોજ પી.ટી.જાડેજાને મુદલ રક્મ 60 લાખ પેટે 30 લાખ કાલાવડ રોડ નાગરિક બેન્ક ખાતેથી આરટીજીએસ કરી અને 29.60 લાખ રોક્ડા આપેલ હતા. બાદમાં જ્યારે મકાનના અસલ દસ્તાવેજની ફાઇલ પરત માંગતા તે ફાઇલ પરત આપવાની ના પાડી હતી અને પ્રવીણભાઇ સોની નામના વ્યક્તિએ સુરેશભાઇને પી.ટી.જાડેજાને 60 લાખ મુદલ મોડી ચૂકવી હોય જેથી 10 ટકા લેખે વ્યાજ આપુ પડશે નહીં તો ફાઇલ નહીં આપે તેવું કહ્યું હતું. આ બાબતે પી.ટી.જાડેજાનું સંપર્ક કરતા તેમણે પઠાણી વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપતા આ મામલે માલવીયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરુદ્ધ મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version