તણાવ સંબંધો વચ્ચે અમેરિકી વિદેશમંત્રી મુંબઇ, જામનગર આવશે

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત…

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેવાના છે. બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે આ પ્રવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ભારત આવતા પહેલા માર્કો રૂૂબિયો ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે, જ્યાં તેઓ ’ઈ5+1 મિનિસ્ટ્રિયલ મીટિંગ’ માં ભાગ લેશે. આ પ્લેટફોર્મમાં મધ્ય એશિયાના પાંચ દેશો (ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાન) ના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાર્તા યોજ્યા બાદ તેઓ સીધા ભારત આવશે. તા. 17 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ પ્રવાસ આ વર્ષે તેમનો બીજો ભારત પ્રવાસ હશે.

ગુજરાત અને મુંબઈના પ્રવાસ દરમિયાન માર્કો રૂૂબિયો ભારતીય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારત-અમેરિકા વચ્ચે કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, આર્થિક સહયોગ અને ખાસ કરીને ઊર્જા સહયોગ વધારવા અંગે વિસ્તૃત મંથન થશે. જામનગર વિશ્વનું રિફાઇનિંગ હબ હોવાથી ઊર્જા અને વ્યાપારી દ્રષ્ટિએ આ મુલાકાતને ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.