Site icon Gujarat Mirror

ઉપલેટા: કિસાન સભા દ્વારા 21મીથી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવાશે

ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને એમએસપી 1600 રૂૂપિયાથી નીચા ભાવો મળે છે મનરેગામાં 100 દિવસની રોજગારીને બદલે માત્ર 47 દિવસ કામ આપવામાં આવે છે ખેત મજૂરોને લઘુત્તમ વેતનથી પણ 104 રૂૂપિયા મજુરી ઓછી મળે છે જીરો ડ્યુટી થી કપાસ આયાતનું નોટિફિકેશન ખેડૂતોનો મોતનું સર્ટિફિકેટ સાબિત થશે ત્યારે કિસાન સભા ખેડૂતોને સી ટુ પ્લસ 50% ભાવની માંગ કરે છે.

આર્થિક બરબાદીથી કરજામાં ડૂબેલા આપઘાત કરતા ખેડૂતોના પરિવારને 25 લાખ રૂૂપિયા સહાય આપવામાં આવે કિસાન સભાની રાજ્ય સમિતિની મીટીંગમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં નિર્ણયો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ 21 થી 23 સપ્ટેમ્બર ના રોજ ગ્રામ્ય ખેડૂતોને વડાપ્રધાનને આપવાની ચિઠ્ઠીમાં સહી ઝુંબેશ કરીને કેન્દ્ર સરકારના ઝીરો ટેક્સથી આયાત થતા કપાસ ના નિર્ણયને પાછો ખેંચવા માંગ થશે ગુજરાત સરકાર ગ્રામીણ ગેરેન્ટી રોજગાર યોજના અન્ય અમલીકરણમાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે કિસાન સભાના રાષ્ટ્રીય મહામંત્રી વીજુ કૃષ્ણને ટકોર કે ગુજરાત પશુપાલકોની ભૂમિ છે પશુપાલકોના દૂધ ઉપર કેન્દ્ર સરકારે અગાઉ જીએસટી નાખી સરકારને માનસિકતા દેશના ખેડૂતોએ જોઈ લીધી 11 વર્ષની નરેન્દ્ર મોદી નેતૃત્વની સરકારે કોર્પોરેટ કંપનીઓનો 30 ટકા ટેક્સ ઘટાડી 22% કરી દીધેલ છે બેંકો પાસે માંડવાડ કરાવ્યા છે ગુજરાતનું મોડલ એ કોર્પોરેટના નફાઓ માટેનું મોડલ બની ગયેલ છે ભોગ ખેડૂતો ખેત મજદૂરો અને કામદારો બની રહ્યા છે કિસાન સભા મજબૂતીથી માંગ કરે છે કે ઝીરો ડ્યુટી થી વિદેશી અમેરિકન કપાસ ઘઉં મકાઈ સોયાબીન જેવી ખેતપેદાશો દૂધ પ્રોડક્ટ લાવવાનો નિર્ણય પાછો ખેંચે સહિતની માંગ કરાશે.

Exit mobile version