Site icon Gujarat Mirror

કોંગી અગ્રણીની કાર અજાણ્યા શખ્સે સળગાવી નાખી

શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ ખોડીયાર નગરમાં રહેતા વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના આગેવાન જેરામભાઈ મીઠાભાઇ જોગરાણાની બ્રેજા કારને કોઈ અજાણ્યા શખ્સે સળગાવી દેતા આ મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેરામભાઈ જોગરાણાની કારને આગ લગાડનાર શખ્સ સીસીટીવીમાં કેદ થયો હતો. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં એક શખ્સ જ્વલંતશીલ પ્રવાહી લઇ આવે છે અને જેરામભાઈ મીઠાભાઇ જોગરાણાના ઘરની બહાર પાર્ક કરેલી કાર ઉપર જ્વલંતશીલ પ્રવાહી છાંટી લાઈટર થી કારને આગ લગાડે છે. આ મામલે પોલીસે તપાસ શરુ કરી છે.

Exit mobile version