Site icon Gujarat Mirror

જી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો

જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ ના એક્સરે વિભાગ પાસેથી 65 વર્ષ ના બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળ્યા મળી આવ્યા હતા, જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. પોલીસે તેઓની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક્સરે વિભાગ પાસે 66 વર્ષના એક પુરુષ બેશુદ્ધ અવસ્થામાં પડ્યા હતા.

જેઓને સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ ઇમર્જન્સી વોર્ડમાં સારવાર માટે પહોંચાડ્યા હતા.
પરંતુ ફરજ પરના તબીબે તેઓનું બીમારી ના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જે બનાવ બાદ પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનના મહિલા પી.એસ.આઇ. કે. એન. જાડેજા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને અજ્ઞાત મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં રાખવામાં આવ્યો છે.

Exit mobile version