જ્ઞાનેશ કુમારને લઇ NDAમાં પણ બેચેની: ત્રણ સહયોગી પક્ષોએ ચૂંટણીપંચ પાસે ખુલાસા માગ્યા

ચૂંટણી પંચમાં કથિત આંતરિક મતભેદો અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગેના ખુલાસાઓ વચ્ચે, ગઉઅના ત્રણ સહયોગી પક્ષોએ હવે પંચ પાસે પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા…

ચૂંટણી પંચમાં કથિત આંતરિક મતભેદો અને મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગેના ખુલાસાઓ વચ્ચે, ગઉઅના ત્રણ સહયોગી પક્ષોએ હવે પંચ પાસે પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના લોકસભા ફ્લોર લીડર લાવુ શ્રી કૃષ્ણ દેવરાયલુએ ચૂંટણી પંચને લગતી ચિંતાઓ અંગે સ્પષ્ટ જવાબો માંગ્યા છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ન તો ચૂંટણી પંચ વતી બોલી રહ્યા છે કે ન તો વિપક્ષના આરોપોનું સમર્થન કરી રહ્યા છે. જોકે, તેમણે કહ્યું હતું કે વર્તમાન વિવાદ બાદ જનતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું ચૂંટણી પંચે નિરાકરણ લાવવું જોઈએ.

રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના વડા ઉપેન્દ્ર કુશવાહાએ પણ તાત્કાલિક સ્પષ્ટતાની માંગ કરી હતી, જ્યારે TDPના લોકસભા ફ્લોર લીડર લાવુ શ્રી કૃષ્ણ દેવરાયલુએ ટિપ્પણી કરી હતી કે પારદર્શિતા બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ મજબૂત કરવામાં મદદ કરશે. સત્તાધારી ગઠબંધનના નેતાઓમાં કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા મંત્રી ચિરાગ પાસવાન આ મુદ્દો ઉઠાવનારા પ્રથમ નેતા હતા. તેમણે પત્રકારોને કહ્યું, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકારના એક ભાગ તરીકે, મારો ઉદ્દેશ્ય કોઈ બંધારણીય સંસ્થાનો બચાવ કરવાનો નથી. તેમજ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આરોપો વિશે પણ હું બહુ ચિંતિત નથી, કારણ કે વિપક્ષ હંમેશાં એવી જ સ્થિતિ અપનાવશે જે તેને રાજકીય રીતે અનુકૂળ હોય.

તેમણે ઉમેર્યું, જો લોકોનો ચૂંટણી પ્રણાલી પરથી વિશ્વાસ ડગમગવા લાગે, તો તે લોકશાહી માટે સારું લક્ષણ નહીં ગણાય; તેથી, મને લાગે છે કે ચૂંટણી પંચે વધુ મજબૂત સ્પષ્ટતા આપવી જોઈએ. રાહુલ ગાંધી અને તેમના સાથીઓ જે કહી રહ્યા છે તેના પર પ્રતિક્રિયા આપવાની જરૂૂર નથી, પરંતુ ચૂંટણી પંચે જનતાના મનમાં રહેલી કોઈપણ ગેરસમજને દૂર કરવી જોઈએ.