ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હાર્ટએટેકથી મોત

શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. બીજી તરફ અઠવાડિયા…

શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. બીજી તરફ અઠવાડિયા બાદ લગ્ન હોય ઘરમાં ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાઇ ગયો હતો. જાણવા મળતી વિગત મુજબ ધોરાજી તાલુકાના વાડોદર ગામે રહેતા ચંદ્રકાંતભાઇ રમણીકભાઇ ઠેસીયા (ઉ.વ.54)નામના પ્રૌઢ રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ પર ઓમનગરમાં અક્ષર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા તેના મોટાભાઇ સંજયભાઇના ઘરે આવ્યા હતા.

દરમિયાન આજે સવારે તેઓ અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નીપજ્યુ હતું. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇમાં વચેટ અને ખેતી કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજકોટમાં રહેતા ભત્રીજાની સગાઇ હોવાથી તેઓ ભાઇના ઘરે આવ્યા હતા. ત્રણ દિવસ પહેલા સગાઇ હતી અને બાદમાં અઠવાડિયા બાદ ભત્રીજાના લગ્ન હોવાથી તેઓ અહી રોકાઇ ગયા હતા. દરમિયાન આજે સવારે હાર્ટએટેક આવી જતા તેમનુ મોત નીપજ્યુ હતું. આ બનાવને પગલે લગ્નનો પ્રસંગ ગમગીનીમાં ફેરવાઇ ગયો હતો.