કામધંધો નહીં મળતા મહિલા કોલેજ પાસે યુવાને ફિનાઇલ પીધું

શહેરમાં કાલાવડ રોડ પર આવેલા ચાર માળીયા કવાર્ટરમાં રહેતા યુવાને કામધંધો નહીં મળતા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ફિનાઇલ પી લીધી હતું. યુવકની તબિયત લથડતા સારવાર…

શહેરમાં કાલાવડ રોડ પર આવેલા ચાર માળીયા કવાર્ટરમાં રહેતા યુવાને કામધંધો નહીં મળતા મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ફિનાઇલ પી લીધી હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર સયાજી હોટેલ પાસે આવેલા ચાર માળીયા કવાર્ટરમાં રહેતા આશીષ ભીખુભાઇ રાઠોડ (ઉ.વ.25)એ કામધંધો નહીં મળતા સાંજના સમયે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ફિનાઇલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં પારડી ગામે રહેતા મનસુખ ધનાભાઇ ડાભફા નામનો 35 વર્ષનો યુવાન રાત્રીના સમયે શાપરમાં હતો. ત્યારે તેના મિત્ર અસલમે દારૂના નશામાં છૂટા પથ્થર માર્યા હતા. જે પથ્થર મારામાં યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.