ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા અમલમાં આવી ગઈ છે. માર્ચમાં વિધાનસભાએ વિધેયક બહુમતીથી પસાર કર્યું હતું. હવે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે અને ગેઝેટ પ્રસિદ્ધ થયું છે. ગેઝેટ સાથે જ કાયદાનો અમલ શરૂૂ થાય છે. ગુજરાત ઞઈઈ લાગુ કરનાર ઉત્તરાખંડ બાદ દેશનું બીજું રાજ્ય બન્યું છે. હવે લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધ ધર્મ પ્રમાણે નહીં, એક જ કાયદા પ્રમાણે ચાલશે. કાયદો આખા રાજ્યમાં અને બહાર રહેતા ગુજરાતીઓને લાગુ પડે છે. અનુસૂચિત જનજાતિને મુક્તિ છે.
લગ્ન ધાર્મિક રીતે થઈ શકે, પણ બંને પાસે જીવિત પતિ કે પત્ની ન હોવી જોઈએ. બીજું લગ્ન કરનારને સાત વર્ષ સુધીની જેલ થઈ શકે. જબરદસ્તી કે છેતરપિંડીથી લગ્ન કરાવનારને પણ સાત વર્ષ સુધીની સજા છે. લગ્નના 60 દિવસમાં નોંધણી ફરજિયાત છે. ન કરે તો 10 હજાર સુધીનો દંડ થઈ શકે. નોંધણી ન થવાથી લગ્ન રદ નથી થતું.
ત્રણ તલાક, હલાલા અને અદાલત બહારના છૂટાછેડા હવે કાયદેસર નથી. છૂટાછેડા ફક્ત સિવિલ કોર્ટમાંથી જ મળશે. વસિયત ન હોય તો દીકરો અને દીકરીને સંપત્તિમાં સરખો ભાગ મળશે. પત્ની, બાળકો અને માતા-પિતા સામાન્ય વારસદાર છે.
લિવ-ઇનની નોંધણી પણ ફરજિયાત છે, સામાન્ય રીતે 30 દિવસમાં. ન કરે તો ત્રણ મહિના સુધીની જેલ અથવા 10 હજારનો દંડ થઈ શકે. પૂજા અને ધાર્મિક વિધિ યથાવત છે. ફેરફાર લગ્ન, છૂટાછેડા અને વારસાના નાગરિક નિયમોમાં છે.
ગુજરાત વિધાનસભામાં જ્યારે આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે સમયે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC ) વિધેયક બહુમતીથી પસાર થવા બદલ રાજ્યના તમામ નાગરિકોને અભિનંદન, રાજ્ય અને દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ગુજરાત ઞઈઈ લાગુ કરનારૂૂ દેશનું બીજું રાજ્ય બન્યું છે. સમાન નાગરિક સંહિતાના અમલના લીધે રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું અમલમાં આવશે.
