સાઉદીને પાઠ ભણાવવા UAEએ ઓપેક સંગઠનને કહ્યું અલવિદા…!

અમેરિકા અને યુએઈ વચ્ચેના યુદ્ધવિરામના કારણે હમણાં દુનિયામાં શાંતિ છે ત્યારે યુએઈએ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ (ઓપેક)માંથી બહાર નીકળવાનો નિર્ણય લઈને મોટો આંચકો આપી…

અમેરિકા અને યુએઈ વચ્ચેના યુદ્ધવિરામના કારણે હમણાં દુનિયામાં શાંતિ છે ત્યારે યુએઈએ ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ ક્ધટ્રીઝ (ઓપેક)માંથી બહાર નીકળવાનો નિર્ણય લઈને મોટો આંચકો આપી દીધો. ઓપેક દુનિયામાં જંગી પ્રમાણમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતા દેશોની કાર્ટેલ છે. આ કાર્ટેલ ક્રૂડનો કેટલો જથ્થો દુનિયામાં પહોંચાડવો એ નક્કી કરે છે ને એ રીતે ક્રૂડના ભાવો પર તેમનું નિયંત્રણ છે. સાઉદી અરેબિયાની ઓપેકમાં દાદાગીરી છે. અમેરિકા વર્સીસ ઈરાનના યુદ્ધના કારણે દુનિયાભરમાં ક્રૂડના સપ્લાયને અસર થતાં ભાવ વધ્યા છે ત્યાં સાઉદી તકનો લાભ લઈને ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટાડીને હજુ ભાવ ઊંચે લઈ જવાની ફિરાકમાં છે. યુએઈ તેની સામે પડેલું તેથી બંને વચ્ચે વિખવાદ ચાલતો જ હતો ત્યાં યુએઈએ ઓપેકમાંથી જ નીકળી જવાનું એલાન કરીને સૌને મોટો આંચકો આપી દીધો. પરંતુ યુએઇનો આ નિર્ણય ભારત માટે ફાયદાકારક સાબીત થવાનો છે.

યુએઈએ સત્તાવાર રીતે કરેલી જાહેરાત પ્રમાણે, છેલ્લાં કેટલાંક વરસોમાં ક્રૂડ ઓઈલના ઉત્પાદન માટેની સગવડો વધારવા જંગી રોકાણ કર્યું છે તેથી કમાણી કરવા માટે ક્રૂડનું ઉત્પાદન વધારવા માગે છે પણ ઓપેકના બંધનોના કારણે પોતે પોતાની રીતે નિર્ણય નથી લઈ શકતું. પોતે ઓપેકનાં બંધનોને ફગાવી દેવા માગે છે કે જેથી ઉત્પાદન વધારીને વધુ કમાણી કરી શકાય અને આર્થિક વિકાસ માટે નાણાં વાપરી શકાય. યુએઈ માટે આ નિર્ણય મોટો આંચકો છે કેમ કે યુએઈ છેલ્લાં 60 વર્ષથી ઓપેકનું સભ્ય હતું. સાઉદી અરેબિયા અને ઈરાન પછી વિશ્વમાં સૌથી મોટો ક્રૂડનો અનામત જથ્થો ધરાવતા યુએઈ સાઉદી અરેબિયા, ઈરાક અને ઈરાન પછી ક્રૂડ ઉત્પાદનમાં ચોથો સૌથી મોટો દેશ હતો. તેના કારણે ઓપેકના દેશો ક્રૂડના ભાવ અને ઉત્પાદન બંને મનફાવે એમ નક્કી કરીને આખી દુનિયાને પોતાના ઈશારે નચાવી શકતા હતા. હવે યુએઈ જેવો મોટો ઉત્પાદક દેશ સાથે નહીં હોય તેથી ઓપેકનાં વળતાં પાણી શરૂૂ થશે એવી ધારણા છે.

ભારતીય મીડિયા યુએઈના નિર્ણય માટે સાઉદી અરેબિયા અને પાકિસ્તાનની વધતી નિકટતાને જવાબદાર ગણાવે છે પણ વાસ્તવમાં યુએઈના નિર્ણય પાછળ અમેરિકાનો દોરીસંચાર છે. એક સમયે ઓપેક અમેરિકાનું બગલબચ્ચું હતું કેમ કે સાઉદી પૂરેપૂરું અમેરિકાના પડખામાં ભરાયેલું હતું. અમેરિકાના ઈશારે સાઉદી સહિતના ઓપેકના સભ્ય દેશો ભેગા મળીને ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ નક્કી કરતા તેથી અમેરિકા ઈચ્છે ત્યારે ભાવ ઘટાડે ને ઈચ્છા થાય ત્યારે વધારે. ઉત્પાદન ઘટાડીને કૃત્રિમ અછત ઊભી કરે એટલે ભાવ ઊંચકાય. તગડી કમાણી થાય પછી ઉત્પાદન વધારીને ભાવ થોડા ઘટાડી દે. આ ખેલ વરસોથી ચાલે છે. તેના કારણે ઓપેક દેશો અમીર થયા જ્યારે બીજા દેશો લૂંટાય છે. છેલ્લાં કેટલાંક વરસોમાં સમીકરણો બદલાયાં છે કેમ કે સાઉદી અરેબિયા અમેરિકાને છોડીને ચીન અને રશિયાના પડખામાં ભરાવા લાગ્યું છે.

રશિયા ઓછી વસતી ધરાવતો દેશ હોવાથી તેની ક્રૂડ ઓઈલની બહુ જરૂૂરિયાત નથી જ્યારે ચીનની જરૂૂરિયાતો સાઉદી અરેબિયા પાસેથી સંતોષાય છે તેથી રશિયા-ચીને ક્રૂડના ભાવો નક્કી કરવા સાઉદીને છૂટ આપી છે. તેનો લાભ લઈને સાઉદીની દાદાગીરી વધી છે અને સાઉદી અમેરિકાને પણ ગણકારતું નથી. અમેરિકા માટે ઓપેક દુનિયા પર દાદાગીરી કરવાનું મોટું શસ્ત્ર હતું. આ શસ્ત્ર છિનવાઈ રહ્યું છે તેથી ભડકેલા અમેરિકાએ દુનિયાના ક્રૂડ ઓઈલના ભંડારો પર પોતે જ કબજો કરવાનું નક્કી કર્યું છે. તેના ભાગરૂૂપે વેનેઝુએલા પર આક્રમણ કર્યું ને પછી ઈરાન પર આક્રમણ કર્યું.

ભારત અને યુએઈના આર્થિક સંબંધો અત્યંત મજબૂત છે ? તેથી યુએઈનો નિર્ણય ભારત માટે તો વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભારત અને યુએઈ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તેથી ભારત મોટા પ્રમાણમાં યુએઈમાં નિકાસ કરે છે. સામે ભારત યુએઈ પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ પણ ખરીદે છે પણ યુએઈ ઓપેકનું સભ્ય હોવાથી ભારતે ફરજિયાતપણે અમેરિકન ડોલરમાં ચૂકવણી કરવી પડતી યુએઈને ઓપેકનું? ધારાધોરણ લાગુ ના પડે એ સંજોગોમાં ભારત અને યુએઈ ભારતીય માલના બદલામાં ક્રૂડ ઓઈલની ગોઠવણ કરી શકે. જે કંપનીઓ યુએઈમાં નિકાસ કરતી હોય એ કંપનીઓને કરવેરામાં જે બીજી રીતે રાહત આપીને ભારત સરકાર યુએઈની કંપનીઓ પાસેથી સેથી લેવાનાં થતાં નાણાં સીધાં રૂૂપિયામાં ભારતમાં જ મળી જાય એવી ગોઠવણ પણ કરી શકે તેના કારણે ભારતનું વિદેશી હૂંડિયામણ બચી જાય એ ફાયદો થાય. આ ગોઠવણ બંને માટે ફાયદાકારક છે કેમ કે તેના કારણે યુએઈને વિદેશી? હુંડિયામણ ભંડાર પણ ખાલી ના થાય. આ સંજોગોમાં યુએઈ ભારત પાસેથી નિકાસ વધારે ને ભારતને મોટો ફાયદો કરાવી દે એવું બને.