ગુજરાત યુનિવર્સિટી સહિત સરકારી યુનિવર્સિટીઓમાં પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમોની પ્રવેશ પ્રક્રિયા હાલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ દ્વારા ચાલી રહી છે. પરંતુ મોટી સંખ્યામાં સીટ ખાલી રહેતા સત્તાવાળાઓએ કોલેજોને સીધી સીટ ભરવાની સત્તા આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં લગભગ 1.5 લાખ પોસ્ટગ્રેજ્યુએટ સીટ ઉપલબ્ધ છે, જેમાંથી અત્યાર સુધી માત્ર આશરે 57,000 સીટ જ ભરાઈ છે.
પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા MA, MCom, MSc, MEd, MPEd, LLM, BEd, BPEd અને LLB જેવા અભ્યાસક્રમોમાં એક લાખથી વધુ ખાલી સીટ હવે સંબંધિત કોલેજો પોતે ભરશે. 30 જુલાઈથી નવી નોંધણી ફરી શરૂૂ થશે. વિદ્યાર્થીઓ ફરીથી અરજી કરી શકશે અને પોતાની પસંદની કોલેજ પસંદ કરી શકશે. આ અરજીઓના આધારે કોલેજો 30 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી પ્રવેશ આપશે.
વિદ્યાર્થીઓ તેમના લોગિન ડેશબોર્ડ પર આ ઓફર જોઈ શકશે અને સંબંધિત કોલેજમાં જઈને પ્રવેશ ક્ધફર્મ કરી શકશે.
અન્ડરગ્રેજ્યુએટ પ્રવેશની જેમ જ વિદ્યાર્થીઓને OTP આધારિત સિસ્ટમ દ્વારા સીટ ક્ધફર્મ કરવાની રહેશે. આ રાઉન્ડમાં GCAS કટ-ઓફ માર્ક્સ દર્શાવશે નહીં. મેરિટના માપદંડ જાળવવાની જવાબદારી વ્યક્તિગત યુનિવર્સિટી અને કોલેજો પર રહેશે.
