ગુજરાત

મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાને બે વર્ષ પૂરા

Published

on

ભોગ બનેલા 135 લોકોના પરિવારો આજે પણ ન્યાયની રાહમાં

મોરબીમાં આજથી બરાબર બે વર્ષ પહેલા એવી ગોજારી ઘટના બની હતી કે, જેમાં નિર્દોષ 135 જિંદગીઓ મોતને ભેટી હતી…એ ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે. નિર્દોષ જિંદગીઓને મોતને ઘાટ ઉતારનારા આરોપીઓ જેલમાં છે…પરંતુ હજુ સુધી તેમને તેમના કર્મોની સજા નથી મળી. આ ઘટના માટે જવાબદાર કોણ?. તે સવાલ આજે પણ સૌ પૂછી રહ્યા છે. મૃતકના 35 લોકોના પરિવારો આજે પણ દિવાળી ઉજવવાના બદલે આઘાતમાં છે અને ન્યાયની દેવી સામે મીટ માંડીને બેઠા છે.મોરબી જેને આમ તો પેરિસ કહેવામાં આવે છે.

ઘડિયાળ અને સીરામિક ઉદ્યોગમાં જેની ગુજરાત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં બોલબાલા છે તે આ શહેરમાં આજથી બરાબર બે વર્ષ પહેલા ગોઝારી ઘટના બની હતી..આ દિવસે દિવાળીની રજાઓ માણવા આવેલા સૌ કોઈ આનંદીત હતા..પણ સમી સાંજે કંઈક એવું બન્યું કે મોરબી જ નહીં પણ આખું ગુજરાત ચોધાર આસુંએ રડ્યું હતું…કોઈ પોતાના દીકરાને શોધી રહ્યું હતું તો કોઈ પોતાની દીકરીને…કોઈનો બાપ નહતો મળતો..તો કોઈની મા મરી ગઈ હતી…લાશનો અંબાર લાગી ગયો હતો…આ કરુણ ઘટનામાં 135 લોકો મોતને ભેટ્યા હતા.


ઓરેવા ટ્રસ્ટે જે ઝૂલતા પુલને રિનોવેશન કરીને ખુલ્લો મુક્યો હતો…તે 30 ઓક્ટોબર 2022ના દિવસે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ધડાકાભેર તુટી પડ્યો હતો…એક સાથે અનેક લોકો પુલ પરથી સીધા જ નીચે ભરેલા ગટરના ગંદા પાણીમાં ખાબક્યા હતા…જેના કારણે અનેક લોકોએ રિબાઈ રિબાઈને પોતાનો જીવ ગુમાવ્યો હતો…ત્યારે જે સ્થળે આ ઘટના બની ત્યાં શહેરના સામાજિક આગેવાનો દ્વારા શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું…જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહ્યા હતા.

હવનમાં આહુતિ આપવામાં આવી હતી અને દિવંગતોના આત્માને શાંતિ અને દોષીતોને સજા થાય તેવી પ્રાર્થન કરવામાં આવી હતી.મોરબીની ઘટના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી…ઈજાગ્રસ્તોને મળીને સાંત્વના આપી હતી…તો મુખ્યમંત્રીથી લઈ રાજ્યના અનેક મંત્રીઓ મોરબીમાં આવ્યા હતા…સરકાર અને તંત્ર સામે વિરોધનો વંટોળ પણ ઉઠ્યો હતો…તો ઘટનામાં આરોપી જેલમાં છે પરંતુ કોઈને સજા નથી મળી…જોવાનું રહ્યું કે ક્યારે મોરબીના પીડિતોને ન્યાય મળે છે?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version