ક્રાઇમ

બે વાહનચોર અને એક બૂટલેગર પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયા

Published

on

ગુનેગારો સામે પાસાનું શસ્ત્ર ઉગામતા પોલીસ કમિશનર


શહેરમાં ગુનેગારો ઉપર અંકુશ લગાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે અને એક જ દિવસમાં બે વાહન ચોર અને બુટલેગરને પાસા હેઠળ જેલ હવાલે ધકેલવા હુકમ કર્યો છે. જેમાં નવાગામના બુટલેગર અને ગઢકા કગામના બે વાહન ચોરોને પાસા હેઠળ જેલમાં ધકેલી દીધા છે.


ગુનાખોરી કરતા ઈશમો સામે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ પાસા હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. જેને પગલે આવા ગુનેગારો સામે પાસાની દરખાસ્તો તૈયાર થઈ રહી છે. આજીડેમ પોલીસે વાહન ચોરીમાં પકડાયેલા ગઢકા ગામના રામુ કાન્તીલાલ બારૈયા અને ખેરડી ગામના જયેશ દિલીપ દુધરેજિયા સામે પાસાની દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનરે આ બન્ને વાહન ચોરોને પાસા હેઠળ રામુને અમદાવાદ અને જયેશને વડોદરા જેલમાં ધકેલવા હુકમ કર્યો છે. જ્યારે દારૂના ગુનામાં ત્રણ વખત પોલીસ ચોપડે ચડેલા નવાગામ આણંદપરના સંદીપ અનક કરપડા સામે પીસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સમક્ષ મુકતા આ વોરન્ટ ઉપર મંજુરી આપવામાં આવી હતી. અને બુટલેગર સંદીપ કરપડાને પાસા હેઠળ વડોદરા જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો છે.


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચના હેઠળ આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા તથા પીસીબીના પીઆઈ એમ.આર. ગોંડલિયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version