Site icon Gujarat Mirror

બે બળિયા બાથે વળગિયા, લોકોએ માંડ છૂટ્ટા પાડ્યા!

હાલના સમયમાં રાતો રાત યુવાનોમાં જાણે ડોન બનવાની હોડ જામી હોય તેમ સરાજાહેર મારામારી અને હથીયારો લઇ ફિલ્મી ડાયલોગ મારતા વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહયા છે. તેમા પણ ખાસ કરીને રાજકોટ શહેરમાં ઘણી જગ્યાએ જાહેરમાં ટપોરીઓ દ્વારા વાહનો પર સ્ટંટ કરતા અને છરા જેવા મોટા હથીયારો વડે કેક કાપતા હોવાના વિડીયો અનેકવાર વાઇરલ થયા છે. ત્યારે રાજકોટમાં આવેલી જુની કોર્ટ પાસે ચોકમાં વાહન સીધી રીતે ચલાવવા જેવી બાબતે બે યુવાનો સરાજાહેર ફિલ્મી સ્ટાઇલથી બાખડી પડયા હતા અને બંને એકબીજાને ઘુસ્તાપાટુ મારી રહયા હતા. આ ઘટનાથી લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને બંનેને સમજાવીને માંડમાંડ છુટા પાડ્યા હતા. આ મામલે સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે બંનેની શોધખોળ આદરી અને જાહેરમાં બખેડો કરવા અંગેની કલમ હેઠળ કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.

Exit mobile version