જામનગરમાં મિલકત વેરો વસૂલવા બે દુકાનો સીલ

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રહેતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે, તેના ભાગરૂૂપે આજે હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં…

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રહેતો મિલકત વેરો વસૂલવા માટેની ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે, તેના ભાગરૂૂપે આજે હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં વસુલાત માટેની ટુકડી પહોંચી હતી. જ્યાં અલગ અલગ બે પેઢીની રૂૂપિયા 1,68,000 જેટલી મિલકતવેરાની રકમ વસૂલવાની બાકી હોવાથી તે બંને પેઢીની દુકાનો સીલ કરવામાં આવી છે, અને તેના ઉપર મહાનગર પાલિકા દ્વારા નોટિસ ચીપકાવવામાં આવેલી છે.