Site icon Gujarat Mirror

જોડિયાના જીરાગઢ તથા બોડકા ગામે થયેલી બે લૂંટનો ભેદ ઉકેલાયો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ અને બોડકા ગામમાં બે મકાનોમાં લૂંટની ઘટના બની હતી, જે અંગેની ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબીની ટુકડી અને જોડીયા પોલીસ હરકતમાં આવી ગઈ હતી, અને લૂંટારૂૂ ગેંગ ને ઝડપી લીધી છે, એક મહિલા તથા બે પુરુષ સહિત ની ત્રિપુટી ઝડપાઇ છે, અને તેઓ પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દા માલ કબજે કર્યો છે. આ ઉપરાંત તેઓની સાથે એક ટાબરીયાની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે.

જોડીયા તાલુકાના બોડકા ગામમાં રહેતા જશવંતીબેન જગદીશભાઇ મોહનભાઇ ગડારા (ઉ.વ.80) એ ગત તા.11.10.2025 ના રાત્રીના પોતાના ઘરે સુતા હતા ત્યારે તેમને કાનમા પહેરેલ બે સોનાની બુટી આશરે 10 ગ્રામ વજનની જેની આશરે કિમત રૂૂપીયા 40,000, તથા બટવા (પાકીટ) માં રહેલ આશરે રોકડા રૂૂપીયા 7000 મળી કુલ કિમત રૂૂપીયા 47,000 ની લુંટ ની ફરીયાદ જાહેર કરી હતી.

જ્યારે જીરાગઢ ગામમાં રહેતા રંભાબેન પરબતભાઇ ચોટલીયા (ઉ.વ.80) એ પણ ગત તા.08.10.2025 ના રાત્રીના પોતાના ઘરે સુતા હતા, ત્યારે તેમણે કાનમા પહેરેલ બે સોનાની બુટી જેનો આશરે વજન 6 ગ્રામની જેની આશરે કિમત રૂૂપીયા 24000 ની લુંટ ની ફરીયાદ કરી હતી.

જે બંને ફરિયાદ બાદ જોડીયા પોલીસ અને એલસીબી ની ટુકડીએ તપાસમાં ઝૂકાવ્યું હતું અને કોમ્બિંગ હાથ ધરીને ત્રણેય લૂંટારુ આરોપીઓ સિકંદર ઉર્ફે કારો મુરાદભાઈ સોઢા જાતે મિયાણા, (રહેવાસી જીરાગઢ) અલ્પેશભાઈ દાનાભાઈ કાનાણી જાતે રાવળ (ઉંમર વર્ષ 20) ધંધો શાકભાજી વેચવાનો, બનાસકાંઠા, તેમજ હુસેનાબેન ઉર્ફ આશાબેન ઉર્ફે હસીનાબેન અશોકભાઈ દાનાભાઇ કટારીયા મુરાદભાઈ હબીબભાઈ સોઢા ઉંમર વર્ષ 26 રહે. પીઠડ ગામ તાલુકો જોડીયાની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી ચાર નંગ સોનાના બુટીયા, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 76,000 ની માલમતા કબજે કરવામાં આવી છે. લુંટારુ ટોળકી દિવસ દરમિયાન વૃદ્ધ મહિલાનું મકાન શોધીને રેકી કર્યા બાદ રાત્રિના ત્રાટકતા હતા.

લૂંટારું ટોળકી ખાસ કરીને વયોવૃદ્ધ મકાન માલિકો ને ટાર્ગેટ કરવાના ભાગરૂૂપે દિવસ તથા રાત્રી દરમ્યાન આજુબાજુના ગામ વિસ્તારમા ફરીને વૃધ્ધ મહીલાનુ ઘર જોઇ રેકી કરતા હતા જે મકાનને ધ્યાનમાં રાખીને મોડી રાત્રીના સમયે પોતે મોઢે કપડા બાંધી ઘરમા સુતેલ મહીલા ને પકડી લુંટ કરી અંજામ આપતા હતા.

Exit mobile version