ગુજરાત
દારૂ અને મારામારીમાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં સુરત જેલહવાલે
કુબલિયાપરાના શખ્સ વિરુદ્ધ અગાઉ મારામારી, દારૂ સહિત 10 ગુના
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ બે શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે.મારા મારી અને દારૂૂના ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોને સુરત જેલ હવાલે કરવામાં આવ્યા છે.પીસીબીની ટીમે વોરન્ટ બજવણી કરી હતી.શહેરમાં ઘરફોડ ચોરીઓ, મારામારી અને અન્ય ગેરપ્રવૃતિઓમાં સામેલ હોય તેવા શખ્સોનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી પાસાની દરખાસ્ત કરવાની કાર્યવાહી જે તે પોલીસ સ્ટેશન દ્વારા થતી હોય છે. જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર અને પશ્ચિમ એસીપી રાધિકા ભારાઈની સુચના અનુસાર યુનિવર્સિટી પોલીસે એક દરખાસ્ત મુકી હતી.
જેમાં નહેરુનગર રજા મસ્જિદવાળી શેરી.03 ઈરફાન ચાનીયાના મકાનમાં રહેતા રિઝવાન ઉર્ફે શાહરુખ શાહબુંદીનભાઈ બેલીમ જે દારૂૂના ગુનામાં પકડાયેલો હોય તમનેસુરત જેલમાં પાસા તળે ધકેલવા હુકમ થયો છે.તેમજ કુબલિયા પરાના વિજયભાઈ રાજેશભાઈ ઉર્ફે રુડી પરમાર ને મારા મારી સહિત 10 ગુનામાં સંડોવાયેલો હોય તેમને સુરત જેલ હવાલે કરાયો હતો.રિઝવાન અગાઉ ત્રણ દારૂૂના ગુનામાં પકડાઈ ચુક્યો છે.આ કામગીરી યુનિવર્સીટી પોલીસના પીઆઇ એમ. જી. વસાવા, મહિપાલસિંહ ઝાલા,થોરાડા પીઆઇ એન. જી. વાઘેલા, પીએસ આઈ સી. વી.ચુડાસમા તેમજ પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએઅસાઇ પી.બી.ત્રાજિયા , રાજેશભાઇ દહેકવાલ, ઇન્દ્રસિંહ સિસોદીયા સહિતે વોરન્ટ બજવણી કરી હતી.