ગુજરાત

વોર્ડ નં.14ના ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખના ભાઇ સહિત બે શખ્સો દારૂ સાથે ઝડપાયા

Published

on

પ્રમુખનું નામ ખૂલતા જ કોર્પોરેટર નિલેશ જળુ ભલામણ માટે પોલીસ મથકે દોડી ગયાની ચર્ચા

રાજકોટ શહેરના ગોપલનગરમાં રહેતા અને વોર્ડ નં.14ના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદિપ દેવડાના ઘર પાસે પોલીસે દરોડો પાડી દારૂ-બિયરનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સોને ભક્તિનગર પોલીસે ઝડપી લીધા હતા અને કુલ મુદ્દામાલ 81,800નો કબજે ર્ક્યો હતો. દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા? તે અંગે હાલ બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે.


વધુ વિગતો મુજબ, ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ બોરીચા અને સ્ટાફે બાતમીના આધારે ગાયત્રીનગર મેઇન રોડ પરથી મારૂતિ સુઝુકી ઝેન કારને અટકાવી બે શખ્સોની પૂછપરછ કરતા બન્ને પોતાનું નામ પ્રીયન્ક ઉર્ફે કાનો રમેશ લોખીલ (રહે.ભગતસિંહ ટાઉનશીપ એ વિંગ બ્લોક નં.602 કાલાવડ રોડ) અને મીત વિજય દેવડા (રહે.ગોપાલનગર શેરી નં.09 ગાયત્રીનગર મેઇન રોડ) હોવાનું જણાવ્યું હતું. તેમજ કારની તલાસી લેતા કારમાંથી 54 દારૂની બોટલ અને 24 બીયરના ટીન મળી આવ્યા હતા.

આ સાથે પોલીસે કુલ રૂા.81,800નો મુદ્દામાલ જપ્ત ર્ક્યો હતો. તેમજ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે બન્નેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે, મીત દેવડા વોર્ડ નં.14ના ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદિપ દેવડાનો ભાઇ છે. તેમજ આ દારૂ પ્રકરણમાં જયદિપ દેવડાની પણ સંડોવણી ખુલ્લી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેમજ જયદિપ દેવડાની સંડોવણી ખુલતા જ કોર્પોરેટર નિલેશ જળુ પણ ભલામણ માટે પોલીસ મથકે દોડી ગયાની વાત વહેતી થઇ હતી. આ ઘટનામાં ભક્તિનગર પીઆઈ સરવૈયા અને સ્ટાફે આરોપીઓના ફોટા મીડિયામાં પ્રસિઘ્ધ કરવાનું ટાળ્યું હતું. જોકે, સામાન્ય બનાવમાં ભક્તિનગર પોલીસ પ્રેસનોટ ઉતારી પોતાની કામગીરી બતાવતી હોય છે ત્યારે આ ગુનામાં મીડિયા સમક્ષ આરોપીઓના ફોટા અને કામગીરી ન બતાવતા તેની સામે પણ સવાલો ઉભા થયા છે.


જ્યારે બીજા બનાવમાં પીસીબી શાખાના પીએસઆઇ કલોતરા અને કુલદિપસિંહ જાડેજાએ જુના મોરબી રોડ પર રેલવેના પાટ્ટાની બાજુમાં આવેલી શાળા નં.77 નજીક આવેલી મફતીયાપરામાં દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી દસ લીટર દેશી દારૂ, 100 લીટર દેશી બનાવવાનો આથો અલગ-અલગ દારૂ બનાવવાના સાધનો સહિત રૂા.6325નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version