ગુજરાત
બાંદ્રા-ભાવનગર ટ્રેનમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા
બાંદ્રા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂૂની હેરાફેરી કરતા બે શખ્સને રેલ્વે પોલીસે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. રેલવે પોલીસ બોટાદ રેલવે સ્ટેશનથી ભાવનગર આવી રહેલી બાંદ્રા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગમાં હતી તે દરમિયાન જનરલ કોચમાંથી વિદેશી દારૂૂના ચપટા નંગ-112, કિં. રૂૂ.13,440/- ભરેલા બે પોટકા સાથે ધર્મેશ અશોકભાઈ રત્નાકર ( રહે. લાખણકા, તા. વલભીપુર ) અને કૃણાલ બળવંતભાઈ શ્રીમાળીને ઝડપી લઇ બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.