જામનગર જિલ્લાના બે શખ્સોની ‘પીટ એનડીપીએસ’ એક્ટમાં અટકાયત

રાજ્યમાં નારકોટિક્સ કેફી પદાર્થો ના હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા જામનગર જિલ્લાના બે શખ્સો સામે પીટ એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી અમદાવાદ અને ભુજની જેલમાં…

રાજ્યમાં નારકોટિક્સ કેફી પદાર્થો ના હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા જામનગર જિલ્લાના બે શખ્સો સામે પીટ એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી અમદાવાદ અને ભુજની જેલમાં મોકલવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્ય માં ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા ખાસ સુચના કરી છે.

ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ હોય જે અનુસંઘાને નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ના નિર્લિપ્ત રાય તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જામનગર જીલ્લા માં માદક પદાર્થ ના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગે ના કેસો કરવા અને આવા આરોપીઓ ને ઝડપી પાડવા તથા એનડીપીએસ એકટ અંગે નાં વારંવાર ગુનાઓ કરતાં શખ્સો ઇસમો વિરૂૂધ્ધ પીઆઈ એનડીપીએસ એક્ટ મુજબ ની દરખાસ્ત તૈયાર કરવા જરૂૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જે અન્વયે જામનગર એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એલ.એમ.ઝેર , પોલીસ સબ ઈન્સપેકટર એ.વી.ખેર તથા એસઓજી ટીમ દ્વારા એન.ડી.પી.એસ . એકટ હેઠળનાં ગુનામાં સંડોવાયેલ જાવિદ કાસમભાઈ જામ ( ધ્રોલ ) અને રિઝવાન મોહમદભાઇ કોરેજા ( સેતાવાડ , જામનગર ) પીટ એનડીપીએસ એક્ટ મુજબનાં જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થયને જોખમમાં મુકવા, અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક મારફતે પોલીસ મહાનિદેશક સીઆઈડી.ક્રાઈમ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફ મોકલતા આ બંને શખસો સામે ની દરખાસ્ત મંજુર થતા તેઓને ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણનાં ગુન્હા આચરતા અટકાવવા માટે અટકાયતમાં લઇ અમદાવાદ તેમજ ભુજ મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ શરૂૂ કરી છે.