કુવાડવા રોડ ઉપરથી રૂા.73 હજારના ગાંજા સાથે બે પેડલરોની ધરપકડ

શહેરના કુવાડવા રોડ ડી માર્ટથી આગળ જતાં રોડ પરથી એસઓજીએ રૂૂા. 73400ના 1.468 ગ્રામ ગાંજા સાથે બે પેડલરની ધરપકડ કરી પુછપરછ કરતા આ બંને મિત્રો…

શહેરના કુવાડવા રોડ ડી માર્ટથી આગળ જતાં રોડ પરથી એસઓજીએ રૂૂા. 73400ના 1.468 ગ્રામ ગાંજા સાથે બે પેડલરની ધરપકડ કરી પુછપરછ કરતા આ બંને મિત્રો છે અને દાહોદ તરફથી ગાંજો લાવ્યાનું જણાવ્યું હતું. વિશેષ પુછતાછ માટે રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

એસઓજીને મળેલી બાતમીને આધારે કુવાડવા રોડ ડી માર્ટથી આટળ જય હિન્દ મોટર્સ નજીકના રોડ પર બે શખ્સને રૂૂ.73400ના ગાંજા સાથે ઝડપી લીધા હતાં. પુછતાછમાં પોતાના નામ આકાશ ઉર્ફે યોગેશ દશરથભાઇ દેસાણી (ઉ.વ.32-રહે. હાલ જુના માર્કેટ યાર્ડ પાછળ દરગાહ પાસે, લાખાભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી, મુળ લીલાપર તા. જસદણ) તથા પિયુષકુમાર શૈલેન્દ્ર સિંગ (ઉ.વ.19-રહે. તરૈયા મુખ્ય બજાર શંકર ભગવાનના મંદિર પાસે જી. છપરા બિહાર) જણાવ્યા હતાં.

ઝડપાયેલો આકાશ ઉર્ફે યોગેશ અને પિયુષ બંને મિત્રો છે અને છુટક મજુરી કરે છે. પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે પોતે બે દિવસ પહેલા દાહોદના ફતેપુરા ગયા હતાં અને ત્યાંથી વેંચવા માટે આ ગાંજો લાવ્યા હતાં. પણ બસમાંથી ઉતરી બંને રિક્ષાની રાહ જોઇ રહ્યા હતાં ત્યાં જ એસઓજીએ દબોચી લીધા હતાં. તેની પાસેથી સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ સિધ્ધરાજસિંહ જાડેજા, અરૂૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ, હેડકોન્સ. જયદિપસિંહ, ઉપેન્દ્રસિંહ, ડ્રા.કોન્સ. નિર્મળસિંહ, નરેશભાઇએ આ કામગીરી કરી હતી.