જામનગરમાં ચોક્કસ વિસ્તારમાં કોલેરાના કેસ જોવા મળી રહ્યા છે. દરમિયાન આજે વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટીવ મળ્યો છે. ઉપરાંત નાઘેડી ગ્રામ્ય વિસ્તારમાં પણ એક કોલેરા પોઝિટીવ કેસ નોંધાયો છે.
જામનગર ના વોર્ડ નં. 1, ધરારનગર-1 સહિત ના અમુક વિસ્તાર માં કોલેરાના વ્યાપક પ્રમાણમાં કેસો નોંધાતા તંત્રની દોડધામ વધી જવા પામી છે. દરમ્યાન શહેરી વિસ્તારમાંથી પરીક્ષણ માટે મોકલાયેલા નમુના માંથી વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિર્ટીવ મળતા શહેર નો કુલ આંક 21 એ પહોંચ્યો છે. આ ઉપરાંત નાઘેડી ગ્રામ્ય વિસ્તારના એક દર્દીનો રિપોર્ટ પણ પોઝિટીવ મળ્યો છે. જેની સઘન સારવાર ચાલી રહી. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ દર્દીના જરૂૂરી નમૂના પણ પરીક્ષણ માટે મોકલાયા છે .જેના રિપોર્ટ ની રાહ જોવાઈ રહી છે.
