Site icon Gujarat Mirror

જામનગરમાં વેપારીને ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર વધુ બે ઝડપાયા

જામનગરમાં એક વેપારીને તેના બેન્ક ખાતામાં થયેલ મોટી રકમની લેવડ દેવડ અંગે માહિતી મેળવીને મની લોન્ડરિંગ અને ઈડીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણાં પડવાનો પ્રયાસ કરવાના કેસમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસે વધુ આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડયા છે . સાયબર ક્રાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ એ. ઘાસુરા દ્વારા જરૂૂરી સૂચના આપવામાં આવી હતી.

હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. આ કામેના આરોપીઓ દ્વારા તેના મળતીયાઓ સાથે મળી ફરીયાદીનું પપ્રગતિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનુ એક્સીસ બેન્ક એકાઉન્ટ જે મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એન.સી.સી.આર.પી. અરજીના કામે ફ્રીઝ થયેલ હોય. અને તે એકાઉન્ટમા ફરીયાદીના ધંધીકિય લેવડ દેવડના આશરે રૂૂપિયા1,44,00,000 જમા હોય તે બાબતેની વિગતો મેળવી આ કામેના ફરીયાદીને મોબાઈલ.ફોન માંથી થી ફોન કરી પોતાનુ નામ દર્શીત કિશોરભાઇ કાગદડા (રહે. જામનગર) જણાવી ફરીયાદીનું પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીનું એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની લાલચ આપી અલગ અલગ વ્યક્તિઓ સાથેના સંબંધની ખોટી ઓળખો આપી અવાર નવાર વ્હોટએપમા વાત કરી ફરીયાદી સાથે ઠગાઇ કરાવાનો પ્રયત્ન કરી તેમજ ફરીયાદી આરોપીની વાતમાં ન આવતા આરોપી એ ફરીયાદી પાસેથી નાણા પડાવવા તેઓને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવી દેવાની ધમકી આપી બળજબરી પુર્વક નાણા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાબત સાયબર ક્રાઇમ પો.સ્ટે માં ફરિયાદ નોંધાવાઈ હતી.

જામનગરની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા આ ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી જામનગર માંથી આરોપી દર્શિત કિશોરભાઈ કાગદડાને આગાવ ઝડપી લીધો હતો.અને વધુ તપાસ શરૂૂ કરી હતી.જેમાં ગેંગ.ના વધુ બે સભ્યોને ઝડપી લેવાયા છે. પકડાયેલ આરોપીઓમાં દુર્ગેશભાઈ દેવેંદ્રકુમાર પંડીયા અને. યોગેશભાઇ શાંતીલાલ જોશી ( રહે,બન્ને અમદાવાદ)નો સમાવેશ થાય છે.

Exit mobile version