ગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

સામા કાંઠે સંત કબીર રોડ ગોવિંદ બાગ મેઇન રોડ પર રંગીલા હનુમાનજી મંદિરના ચોકમાં બે શખ્સ આઇપીએલના મેચ પર મોબાઇલ ફોનમાં સટ્ટો રમતાં હોઇ પીસીબીની…

સામા કાંઠે સંત કબીર રોડ ગોવિંદ બાગ મેઇન રોડ પર રંગીલા હનુમાનજી મંદિરના ચોકમાં બે શખ્સ આઇપીએલના મેચ પર મોબાઇલ ફોનમાં સટ્ટો રમતાં હોઇ પીસીબીની ટીમે પકડી લીધા હતાં.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી પરથી પ્રેમ મહેશભાઈ હીરાણી (ઉં.વ.28-2હે. ઝુલેલાલનગર-5, જંકશન પ્લોટ) તથા કેયુર મહેશભાઇ પનારા (ઉ.વ.28-રહે. કુવાડવા રોડ મારૂતિનગર મેઇન રોડ ગાંધી સ્મૃતિ-2)ને પકડી લીધા હતાં. આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પર આ બંને કાગળમાં રનફેરના આકડા લખી મોબાઇલ ફોનમાંથી વાત કરી જૂગાર રમતાં હોઇ બંનેને પકડી લઇ રૂા. 50 હજાર અને 40 હજારના બે મોબાઇલ ફોન કબ્જે કરી બીજા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં વિશાલભાઇ દવે. .મેશભાઇ ચાવડા સહિતે આ દરોડો પાડયો હતો.

જ્યારે આજીડેમ નજીક રામવન જવાના રસ્તા પર રાકાકૃષ્ણ સોસાયછટીના ગેઇટ સામેથી રામ પાર્ક-પમાં રહેતાં આકાશ ઉર્ફે જીગો ધીરૂભાઇ સાંગાણી (ઉં.વ.33)ને આજીડેમ પોલીસ સ્ટેશનના ડી. એચ. જાડેજા, મનિષભાઇ ચીરોડીયા સહિતે અન્કલ ટોમ વોડકાના 180 એમએલના રૂા. 5 હજારના 20 ચપલા સાથે પકડી લીધો હતો.