શાપરમાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સો ધારિયા વડે તૂટી પડ્યા

હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો શાપરમાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સો તિક્ષણ હથિયાર અને ધારીયા વડે તૂટી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા…

હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો

શાપરમાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સો તિક્ષણ હથિયાર અને ધારીયા વડે તૂટી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં આવેલા બુધ્ધનગરમાં રહેતા જયેશ રમણીકભાઇ પરમાર નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં શાપર-વેરાવળમાં હતો. ત્યારે હકન અને દીપા નામના શખ્સે ઝઘડો કરી તીક્ષણ હથિયાર વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં જયેશ પરમાર રિક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે. રાત્રીના સમયે પોતાના ઘર પાસે હતો. ત્યારે હુમલાખોર શખ્સોએ ગાળો ભાંડી હતી. જેથી જયેશ પરમારે ગાળો બોલવાની ના પાડતા બંન્ને શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.