ઉપલેટાના કોલકી રોડ ઉપર રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી 207 બોટલ વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઇ રૂૂ.6,02,740નો મુદામાલ ક્બ્જે કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમને મળેલી બાતમીને આધારે ઉપલેટા કોલકી રોડ આદર્શ સોસાયટીમા જવાના રસ્તેથી મારૂૂતી કાર નંબર જીજે-03-એમબી- 7421 માથી રૂૂ.62740 ની 207 બોટલ વિદેશી દારૂૂ સાથે ઉપલેટા બસસ્ટેન્ડ પાછળ આદર્શ સોસાયટી શેરી નંબર 3માં રહેતા અજીત દીનેશભાઇ માંકડ અને ઉપલેટા સ્વામીનારાયણ સોસાયટી ભગવતી પાર્ક -1માં રહેતા કીશન સંગ્રામભાઇ સોલંકીને ઝડપી લઇ કુલ રૂૂ. 6,02,740નો મુદામાલ કબજે કર્યો હતો. જી લ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય સિંહ ગુર્જરની સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, આર.વી. ભીમાણી, શક્તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, બાલક્રૃષ્ણભાઇ ત્રીવેદી, અનિલભાઇ બડદોકીયા, અરવિંદસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

