રાજકોટ-લીંબડી હાઇવે ઉપર રૂા.18 લાખના દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સો ઝડપાયા

લોખંડના વાલના પાર્સલની આડમાં છૂપાવેલ 10 હજાર બોટલ દારૂ સહિત રૂા.1.22 કરોડનો મુદ્દામાલ કબજે રાજકોટ-લીંબડી હાઇવે ઢેઢુકી પાસેથી રાજકોટ રેન્જ આઈજીની ટીમે રૂૂ.18 લાખની 10…

લોખંડના વાલના પાર્સલની આડમાં છૂપાવેલ 10 હજાર બોટલ દારૂ સહિત રૂા.1.22 કરોડનો મુદ્દામાલ કબજે

રાજકોટ-લીંબડી હાઇવે ઢેઢુકી પાસેથી રાજકોટ રેન્જ આઈજીની ટીમે રૂૂ.18 લાખની 10 હજાર બોટલ વિદેશી દારૂૂ ભરેલ ટ્રક સાથે ચાલક સહીત બે ની ધરપકડ કરી રૂૂ.1.22 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રકમાંથી લોખંડના વાલના પાર્સલની આડમાં દારૂૂનો જથ્થો ઘુસાડવામાં આવ્યો હતો. પોલીસે રૂૂ.94 લાખનો લોખંડનો જથ્થો પણ કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ રાજકોટ-લીંબડી હાઇવે ઉપર લોખંડના વાલના પાર્સલની આડમાં દારૂૂ લાવવામાં આવતો હોવાની બાતમીને આધારે રાજકોટ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મિયાત્રા, એસ.પી.ગોહિલ અને એ.વાય.ઉધાસની ટીમે વોચ ગોઠવી અશોક લેલન ટ્રક નં.જીજે-03-બીડબ્લ્યુ-1571ને અટકાવી તલાશી લેતા તેમાં લોખંડના વાલના પાર્સલની આડમાં સંતાડેલ અલગ-અલગ ઇંગલીશ દારૂૂની બોટલ નંગ 10,608 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ.1,22,81,081ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડયા હતા.

ઢેઢુકી ટોલનાકા પાસેથી ટ્રક પસાર થતા તેને રોકી ચેક કરતા ટ્રકમાંથી લોખંડના વાલના પાર્સલની આડમાં સંતાળેલ રૂૂ.18,03,360નો 10,608 બોટલ દારૂૂ સાથે આરોપીઓ જુનાગઢના જાવીદ જાકીરહુશેન મટારી તથા આરીફ હુસેશભાઇ સમાને ઝડપી લીધા હતા. તપાસમાં માલ મંગાવનાર તોસીફ રહે. જુનાગઢ તથા માલ ભરી આપનાર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. લોખંડના વાલ ભરેલા બોક્ષ નંગ- 41 જેની કુલ કિ.રૂૂ.94,37,721 મળી કુલ રૂૂ.1.22 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.