ભૂતપૂર્વ જિલ્લા રજિસ્ટ્રાર સહિત બેને લાંચ કેસમાં પાંચ વર્ષની સજા

અ’વાદ મ્યુનિ.કો.ઓ. બેંકના 12 વર્ષ જૂના કેસમાં ખાસ ACB કોર્ટનો ચૂકાદો, બંને આરોપીઓને 30-30 હજારનો દંડ અમદાવાદ મ્યુનિસિપલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના 12 વર્ષ જૂના ચકચારી…

અ’વાદ મ્યુનિ.કો.ઓ. બેંકના 12 વર્ષ જૂના કેસમાં ખાસ ACB કોર્ટનો ચૂકાદો, બંને આરોપીઓને 30-30 હજારનો દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના 12 વર્ષ જૂના ચકચારી લાંચ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના ખાસ જજ ભરત ભાસ્કરભાઈ જાદવે ગઇકાલે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતોે. અદાલતે બેંકના તત્કાલીન લિક્વિડેટર અને પૂર્વ જિલ્લા રજિસ્ટ્રાર કૃષ્ણકાંતભાઈ ફૂલજીભાઈ પટેલ અને ક્ધસલ્ટન્ટ સૌરભકુમાર ગોપાલદાસ પટેલને ભ્રષ્ટાચારના ગુનામાં કસૂરવાર ઠેરવીને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ બંને આરોપીઓને રૂૂ. 30,000નો દંડ પણ કર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં આકરી ટિપ્પણી કરતા નોંધ્યું હતું કે, ભ્રષ્ટાચાર સમાજને ઉધઈની જેમ ખોખલો કરે છે. તે માત્ર નૈતિક તાંતણાને જ અસર નથી કરતો, પરંતુ દેશની આર્થિક સ્થિરતા અને પ્રગતિને પણ નષ્ટ કરે છે. આવા જાહેર સેવકો પ્રત્યે કોઈ કૂણું વલણ દાખવી શકાય નહીં.

વર્ષ 2014માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરીને તેને લિક્વિડેશનમાં મૂકવામાં આવી હતી. બેંકના કુલ 24 કર્મચારીઓના પગાર, ગ્રેચ્યુઈટી અને અન્ય કાયદેસરના લેણાં પેટે અંદાજે રૂૂ. 2.13 કરોડ ચૂકવવાના થતા હતા. આ રકમ મુક્ત કરવાના બદલામાં લિક્વિડેટર કૃષ્ણકાંત પટેલ અને ક્ધસલ્ટન્ટ સૌરભ પટેલે કર્મચારીઓને ડરાવ્યા હતા કે જો તેઓ અદાલતમાં જશે તો 5થી 10 વર્ષ નીકળી જશે. કર્મચારીઓની આર્થિક મજબૂરીનો ગેરફાયદો ઊઠાવીને ચેક આપવાના બદલામાં 30 ટકા રકમ લાંચ પેટે રોકડી માગવામાં આવી હતી.

ફરિયાદી વિજયભાઈ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે 21 એપ્રિલ, 2014ના રોજ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના પુત્ર કૃનલ ભાવસારે લિક્વિડેટર સાથે કરેલી વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે સોંપ્યું હતું. 22 એપ્રિલ, 2014ના રોજ એસીબીએ બેંક પરિસરમાં ટ્રેપ ગોઠવી હતી. અન્ય કર્મચારીઓ પોતાના ચેક વટાવીને 30 ટકા લેખે લાંચની રકમ આરોપી સૌરભ પટેલને આપી ચૂક્યા હતા. ફરિયાદી જ્યારે પોતાના ભાગની લાંચના રૂૂ. 5,99,600 લઈને આવી રહ્યા હતા, ત્યારે ક્ધસલ્ટન્ટ સૌરભ પટેલ અન્ય કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલી લાંચની રકમ ભરેલી બે બેગ સાથે ભાગવાની ફિરાકમાં હતો, જેને એસીબીના અધિકારીઓએ રંગેહાથ ઝડપી લીધો હતો. બેગમાંથી રૂૂ. 48,56,400 ની જંગી રોકડ મળી આવી હતી, જે હવે સરકારી તિજોરીમાં જમા કરવાનો આદેશ કરાયો છે.

અદાલતમાં કેસ ચાલવા દરમિયાન સરકારી વકીલ નવીન ચૌહાણે દલીલો કરી હતી. તેમણે 16 સાક્ષીઓ અને 46 મજબૂત દસ્તાવેજોના આધારે આરોપીઓ સામે ગુનો નિ:શંકપણે પુરવાર કર્યો હતો. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે સમાજમાં દાખલો બેસાડવા માટે અને જાહેર સેવકોમાં વ્યાપક ભ્રષ્ટાચારને મજબૂત હાથે કાબૂમાં લેવા માટે આરોપીઓને મહત્તમ સજા થવી જરૂૂરી છે.