Site icon Gujarat Mirror

ભાવનગરમાં નારી ગામે દારૂ ભરેલી બલેનો ડીવાઈડર સાથે અથડાતા યુવતી સહિત બેના મોત

કારમાંથી 2.63 લાખની કિંમતની દારૂની 1130 બોટલો કબજે

ભાવનગર તરફ આવી રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા નારી ગામ પાસે કાર ડિવાઈડર સાથે ધડાકા ભેર અથડાઈ હતી અને કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને આ કારમાં વિદેશી દારૂૂનો જથ્થો પણ હતો અકસ્માત સર્જાતા રોડ પર દારૂૂની રેલમ છેલ થઈ ગઈ હતી તેમજ કારમાં સવાર મહિલા સહીત ચાર લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે 108 સેવા દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. વરતેજ પોલીસ દોડી ગઈ હતી અને રોડ પર વિખેરાયેલ દારૂૂ એકઠો કરી કબ્જે લીધો હતો અને આ દારૂૂ કોણ અને ક્યાંથી લાવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન કારમાં બેઠેલ મહિલા સહિત બે ના મોત નીપજ્યા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના નારી નજીક રામાપીરના મંદિર પાસે અકસ્માત થયાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ કરતા કારની બહાર તેમજ કારમાં ઈંગ્લીશ દારૂૂની નાની મોટી બોટલો હોય પ્રથમ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા અને કાર સહિત દારૂૂનો મુદ્દામાલ કબ્જે કરેલ પોલીસે પંચોની રૂૂબરૂૂમાં મુદ્દામાલની ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂૂની 1130 બોટલો કી.રૂૂ. 2.62 લાખ તેમજ કાર કી.રૂૂ. 3 લાખ મળી કુલ રૂૂ. 5.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલાક હરિયાણાના કમલ પંડિત, તેમજ કારમાં સવાર અજય દલબીરસિંઘ ગોરીયા રહે.જીંદ-હરિયાણા તેમજ યોગીન્દ્ર તથા રેણુબેન સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. દરમિયાન કારમાં બેઠેલ અને ઈજા પામનાર રેણુબેન તથા ડ્રાઇવર કમલભાઈ પંડિતના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યા છે.

Exit mobile version