રાજકોટના બે રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાંચની ટીમે સ્કોપિયો માં પિસ્તોલ સાથે ઝડપી લઇ પુછપરછ કરતા ઉતર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યું છે. બન્નેના 2 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.ક્રાઈમ બ્રાંચ ની ટીમે કાર સહીત રૂૂ.12.30 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
શહેરમા ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર રાજકોટ શહેરમાં શરીર સંબંધી તથા મીલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા પોલીસ અધિકારીઓની સુચના અન્વયે ક્રાઇમ બ્રાંચની ટીમના પ્રશાંતભાઇ ચુડાસમાં, મયુરધ્વજસિંહ જાડેજા, ગોપાલભાઈ પાટીલને મળેલ સયુંકત હકિકત આધારે દેશી બનાવટની પિસ્તોલ સાથે મૂળ જુનાગઢ ચીતાખાના ચોક નળવાળા ચોકના વતની અને હાલ સ્વામી નારાયણ ચોક, શેરી નં.13, સીટી હાઈસ એપારમેન્ટ, ફલેટ નં.202, બીજા માળે જયેશભાઈના ફલેટમાં ભાડેથી રાજકોટ રહેતા અયાન અમીનભાઈ મુળીયા (ઉ.વ. 21) અને ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપની પાછળ,વીર નર્મદ ટાઉન શીપ, બ્લોક નં.સી/501માં રહેતા દિનેશભાઈ ઉર્ફે કાંચો સંજયભાઈ ટમટા (ઉ.વ.26) ને જી.જે.38-બીજી.0429 નંબરની સ્કોર્પિયોમાં દેશીબનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાંચે કાર સહીત રૂૂ.12.30 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
બન્નેની પુછપરછમાં સપ્લાયર તરીકે ઉતર ગુજરાતના શખ્સનું નામ ખુલ્યું છે. બન્નેના 2 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પકડાયેલ અયાન સામે જૂનાગઢમાં ત્રણ અને દિનેશ સામે રાજકોટમાં બે ગુન્હા નોંધાયેલ છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગરીયા,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી ભરત બી.બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા,એમ.એલ.ડામોર,સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન.પરમાર,એ.એસ.અમઇ.હિતેન્દ્રસિંહ પી. ઝાલા, કૃષ્ણદેવસિંહ જી.ઝાલા, હરસુખભાઇ એ.સબાડ, અર્જુનભાઇ ડી.ડવ, મોહિલરાજસિંહ એચ. ગોહિલે કામગીરી કરી હતી.

