ધારાસભ્ય હીરા સોલંકીની અધ્યક્ષતામાં ભાવનગરના કુંભારવાડામાં ભવ્ય જાહેર સભા યોજાઈ હતી. હીરા સોલંકીએ વોર્ડ નંબર 2 અને 3 ના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં તેઓએ ગુજરાત સરકારની વિકાસની ગાથા રજૂ કરી હતી. તેઓએ પોતાના સંબોધનમાં બંગાળની ચૂંટણીની પણ વાત કરી હતી.
તેઓએ જાહેરસભામાં કહ્યું હતું કે, ગુજરાત આજે ઉંચાઈ પર પહોંચ્યું છે. આ કારણે જ બંગાળ જેવા રાજ્યોને પણ ગુજરાતની ઈર્ષ્યા થાય છે. કે
ન્દ્રમાં બેસેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ નામના બે ગુજરાતીઓ છે. આ કારણે જ રાજ્યને ફાયદો થાય છે. વડાપ્રધાન ત્યાંથી વિકાસનો નારિયેળ ફેંકે એટલે ગુજરાતના મોટા પ્રોજેક્ટ સાકાર થાય છે. એરપોર્ટ હોય, મોટી ઈવેન્ટ હોય કે પછી કંપનીઓ હોય આ બધું જ ગુજરાતમાં આવી રહ્યુ છે. તો બીજી તરફ, રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં ભાવનગરમાં “વિજય વિશ્વાસ બેઠક” યોજાઇ હતી. આ બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો, જિલ્લા પંચાયતની 40 બેઠકો, તાલુકા પંચાયતની 216 બેઠકો અને 3 નગરપાલિકાની 96 બેઠકો પર વધુમાં વધુ જીત હાંસલ કરવા માટે કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી.

