ગુજરાત
ખંભાળિયાના વેપારી પાસેથી સુરતના બે ગઠિયાએ 20 ટન મગફળી ખરીદી નાણાં ન આપ્યા
15 દિવસમાં નાણાં આપી દેવાનું નોટરી લખાણ કરાવી વિશ્ર્વાસ કેળવ્યો, પોણા સાત લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ
ખંભાળિયામાં રામનગર વિસ્તારમાં આવેલી બી.એન.જી. ઈન્ટરનેશનલ નામની પેઢી ખાતે કલ્યાણપુર તાલુકાના ગણેશગઢ ગામે રહેતા અને ખેતી સાથે સંકળાયેલા ભરતભાઈ નુંઘાભાઈ ગોજીયા નામના 27 વર્ષના આહિર યુવાન સાથે નીલકંઠ ટ્રેડિંગ પેઢીના ભાગીદાર એવા આરોપી કિરીટ વલ્લભભાઈ મૂંગરા અને સમીર દશરથભાઈ પટેલ નામના સુરત ખાતે રહેતા બે શખ્સો દ્વારા ફરિયાદી ભરતભાઈ સાથે પ્રથમ તો 10 ટન મગફળીનો વાયદો સમયસર પૂરો કરી અને વિશ્વાસમાં લીધા બાદ વધુ 20 ટન મગફળીના દાણાનો રૂૂપિયા 22,09,332 નો વાયદો કરી.
રૂૂપિયા પાંચ લાખ ભરતભાઈના એકાઉન્ટમાં સિક્યુરિટી પેટે આપીને રૂૂપિયા 22 લાખનો નીલકંઠ ટ્રેડિંગ નામની પેઢીનો બંધન બેન્કનો રતલામ શાખાનો ચેક કુરિયર મારફતે મોકલી આપ્યો હતો.આ રીતે વિશ્વાસમાં લઈ અને વાયદા મુજબ 20 ટન મગફળીના દાણા બંને શખ્સોએ મેળવી લીધા હતા. ત્યાર બાદ વાયદાના બાકી રૂૂપિયા 17,09,332 ની ઉઘરાણી કરતા આરોપી સમીર દશરથભાઈએ બાકીના રૂૂપિયા ચૂકવવાની જવાબદારી લઈ અને ભરોસો આપી, ફરિયાદી ભરતભાઈ પાસે આરોપી સમીરે બાકીના રૂૂપિયા 15 દિવસમાં આપી દેવાનું નોટરી લખાણ કરી અને વધુ એક વખત ભરતભાઈને વિશ્વાસમાં લીધા હતા.
ત્યાર બાદ રૂૂ. 11,25,000 ની રકમ તેઓએ ચૂકવી આપી હતી. જ્યારે બાકીના રૂૂપિયા પોણા સાત લાખ જેટલી રકમ અંગે ફરિયાદી ભરતભાઈએ આરોપીઓ પાસે અવારનવાર ફોનમાં તેમજ રૂૂબરૂૂ ઉઘરાણી કરવા છતાં ન આપવામાં આવતા આખરે આ અંગે ભરતભાઈ નુંઘાભાઈ ગોજીયા દ્વારા સુરતના બંને શખ્સો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.જે સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.