સલુનના ધંધાર્થીના નામે બે ગઠિયાએ પાંચ લોન લઇ રૂા. 2.43 લાખનો ધુંબો મારી દીધો

રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે હેર સલુનની દુકાન ધરાવતા યુવાન કાર પર લોન લેવા માટે શીતલ પાર્ક પાસે આવેલી આર કે.…

રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે હેર સલુનની દુકાન ધરાવતા યુવાન કાર પર લોન લેવા માટે શીતલ પાર્ક પાસે આવેલી આર કે. આઇકોનીક બિલ્ડીંગમા આઇએમએસ કંપનીમા લોન લેવા ગયા બાદ ત્યાનાં બે ગઠીયાઓએ યુવાનનાં ડોકયુમેન્ટ પર અલગ અલગ ર.43 લાખની પાંચ લોન લઇ ધુંબો મારી દેતા છેતરપીંડીની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમા નોંધાઇ છે.

આ ઘટનામા વધુ વિગતો મુજબ જામનગર રોડ પર વોરા સોસાયટી પાસે પરાસર પાર્ક સોસાયટીમા રહેતા જયદીપભાઇ જયેશભાઇ લખતરીયા (ઉ.વ. ર3 ) એ પોતાની ફરીયાદમા શીતલ પાર્ક પાસે આવેલા આર કે. આઇકોનીકમા આવેલી આઇએમએસ નામની કંપનીનાં પાર્ટનર રાજીવ અને પાર્થીવ વિરુધ્ધ પોલીસમા છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવી છે આ ઘટનામા જયદીપભાઇ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ અયોધ્યા ચોકમા એચ. જે. હેર સલુન નામે ધંધો કરે છે.

એપ્રીલ મહીનામા તેમનાં પિતાએ તેમને કહયુ હતુ કે આર કે. આઇકોનીક બિલ્ડીંગમા આઇએમએસ ઇન્સ્ટન્ટ મની સોલ્યુશન નામની કંપની આવેલી છે જે હોમ લોન અને કાર લોન કરે છે. ત્યાથી આપણી પાસે જે કાર છે તેના પર લોન થઇ જશે. જેથી જયદીપભાઇ આર કે. આઇકોનીક બિલ્ડીંગમા 28-5 નાં રોજ 10 મા માળે આવેલી આઇએમએસ નામની કંપનીમા લોન માટે ગયા હતા . જયા તેઓ મનીષાબેન બારેયાને મળ્યા હતા . અને તેમનુ આધારકાર્ડ અને પાનકાર્ડ આપતા જયદીપભાઇનાં સીબીલ સ્કોર સારો હોવાનુ જણાવ્યુ હતુ . તમને લોન મળી જશે તેવુ જણાવ્યુ હતુ.

ત્યારબાદ મનીષાબેન પાર્થીવ અને રાજીવ સાથે મુલાકાત કરાવતા જયદીપભાઇએ સાડા 3 લાખ રૂપીયાની લોનની જરુરીયાત હોવાનુ જણાવ્યુ હતુ. આ સમયે બંને ગઠીયાઓએ કાર 10 વર્ષ જુની હોવાનુ બહાનુ કાઢી લોન પર્સનલ થશે તેમ જણાવી જયદીપભાઇનાં ડોકયુમેન્ટ પરથી અલગ અલગ લોન એપ માથી પાચેક લોન લઇ જેમાથી એક લોન આઇફોન માટે લીધી હતી.

આમ ટોટલ રૂ. 2.45 લાખની લોન લીધા બાદ તેઓએ પૈસા ભરવાનુ વચન આપી પૈસા નહી આપી છેતરપીંડી કરી હતી આ સમયે પોલીસ સ્ટેશનમાથી જાણવા મળ્યુ કે ગઠીયાઓએ આબેદાબેન દાઉદભાઇ દાઉદાણી, કિશનભાઇ હરજીભાઇ બારૈયા, મનીષાબેન રવીન્દ્રભાઇ બારૈયા, ચંદ્રીકાબેન જીતેન્દ્રભાઇ શેખવા અને દીનેશભાઇ મુનાભાઇ પરમાર તેઓની સાથે પણ આવી જ રીતે કાવતરુ ઘડી છેતરપીંડી કરી હતી . આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ આર એસ મેઘાણીની રાહબરીમા તપાસ ચાલુ છે.