જામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુરમાં બે દિવસનો પાણીકાપ

વિરમગામ પાસે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જામનગર…

વિરમગામ પાસે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ, લાલપુર તથા જામજોધપુર તાલુકાના હસ્તકની પાણી પુરવઠા યોજના નર્મદા પાઈપલાઈન આધારિત હોય જેનું મુખ્ય પમ્પીંગ સ્ટેશન સુરેન્દ્રનગર ઢાંકી ખાતે આવેલ છે. જે પમ્પિંગ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ મારફત પાણી લેવામાં આવે છે.

તે બ્રાન્ચ કેનાલમાં વિરમગામ પાસે ભંગાણ થયેલ હોવાથી ઉપરોક્ત તાલુકા હસ્તકના ગામોમાં તા.12 ઓગસ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. ત્યારબાદ પાણી પુરવઠો પૂર્વવત્ શરૂૂ કરવામાં આવશે. ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાને લગતી પીવાના પાણીની સમસ્યા માટે ટોલ ફ્રી નંબર 1916 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.