ગુજરાત

વોર્ડ નં.12મા કોંગ્રેસના બે કોર્પોરેટર પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

Published

on


જામનગરના વોર્ડ નંબર 12ના કોંગ્રેસના બે કોર્પોરેટરને છ વર્ષ માટે પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે .શિસ્તભંગ ના પગલા સ્વરૂૂપે આ બંને સામે આંકરા પગલાં લેવાયા છે.


જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના કોંગ્રેસ ના કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી અને ફેમિદાબેન હાજી રિઝવાન જુણેજા ને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ની સૂચના થી પ્રદેશ કોંગ્રેસ ની શિસ્ત સમિતિ દ્વારા આ બંને કોર્પોરેટર સામે અસ્તિત વર્તન ને કારણે કોંગ્રેસ પક્ષને નુકસાન થયું હોવા થી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ બાબત ની જાણ કરતો પત્ર જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા ને સુપ્રત કરાયો હતો. આથી આ અંગે ની જાણ આજે દિગુભા જાડેજા અને મહાનગરપાલિકા ના વિપક્ષ ના નેતા ધવલ નંદા દ્વારા સ્થાનિક પત્રકારો સમક્ષ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version