Site icon Gujarat Mirror

જંગલેશ્ર્વર અને માંડાડુંગરમાંથી 80 હજારનો દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

થર્ટીફસ્ટ નજીક આવતા દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે કમર કસી લીધી છે. ત્યારે જંગલેશ્ર્વર અને માંડા ડુંગરમાંથી 80 હજારનો દારૂ ભરેલી બે કાર પોલીસે ઝડપી લીધી હતી. એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસ દારૂ અને કાર મળી કુલ રૂા. 9.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલિયા, પીએસઆઈ એમ.જે. હુણ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિ/યાન જંગલેશ્ર્વર મેઈન રોડ પર કારમાં દારૂનો જથ્થો દેવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કાર ચાલક મયંક ઘનશ્યામભાઈ બગથરિયા (રે. આવાસ ક્વાર્ટર, કોટેચા ચોક)ને ઝડપી પાડીકારની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં. 81 (કિં.રૂા. 32,400) મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા. 5,32,400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન માંડા ડુંગરમાં આવેલી સુંદરમ પાર્ક ખાતે રેઢી કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જઈ કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નં. 84 (કિ. 47208) મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા. 4,47,208નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version