Site icon Gujarat Mirror

કચ્છના આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઝડપાયા

ચોખાની આડમાં દારૂનો જથ્થો બુટલેગરો સાથે મંગાવ્યો હતો

ભુજ, કેરા, આદિપુર સહિતના કુખ્યાત બુટલેગરોએ મગાવેલો રૂૂ.78.95 લાખનો વિદેશી દારૂૂ ચોખાની આડમાં તેમના સુધી પહોંચે તે પહેલાં આડેસર ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે દારૂૂના મોટા જથ્થા સાથે બે જણાને પકડી ખેપ નાકામ કરી હતી. પોલીસે રોકડ, ચોખાના કટ્ટા, વાહન સહિત કુલ રૂૂ.1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આ જથ્થો મોકલનાર અને મગાવનાર સહિત 10 સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આડેસર પીઆઇ વી.એ.સેંગલે જણાવ્યું હતું કે, વધી રહેલી દારૂૂની હેરાફેરી વચ્ચે આ બદી નેસ્ત નાબૂદ કરવાની પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે આપેલી સૂચના મુજબ ટીમ સાથે આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા.

તે દરમિયાને તેમને મળેલી બાતમી મુજબની હરિયાણા પાસિંગની ટ્રક આવતા તેને રોકી તલાશી લેતા ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલો દારૂૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂૂ.78,95,000ના મુલ્યના વિદેશી શરાબની 4,632 મોટી બોટલો અને 7,680 ક્વાર્ટરિયા સાથે હરિયાણાના નુરદિન મગતુ ડુમ (મીરાસી) અને ભગવાન ઉદેસિંગ ચમારને પકડી લઇ વાહન, રૂૂ.7.09 લાખની કિંમતના ચોખાના 622 કટ્ટા, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂૂ.1 કરોડ 11 લાખ 14 હજાર 330નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓની પુછપરછ કરાઇ હતી.

માલ મોકલનાર અને મગાવનાર આરોપીઓ
યોગેશ સત્યવીરસિંગ, હરિયાણા : માલ મોકલનાર
રવિ જાટ, હરિયાણા : માલ મોકલનાર
વિક્રાંત ઇશ્વરસિંગ, હરિયાણા : ટ્રક માલિક અને માલ મોકલનાર
એક અજાણ્યો ઇસમ : દારૂ મોકલનાર
નવઘણ રાજગોર, ભુજ : દારૂ મગાવનાર
અનોપસિંહ રાઠોડ, કેરા : દારૂ મગાવનાર
દેવો કાપડી , આદિપુર : દારૂ મગાવનાર
ગોપાલસિંહ વાઘેલા, ભુજ : દારૂ મગાવનાર

Exit mobile version