Site icon Gujarat Mirror

ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

પોલીસે 35,300નો મુદ્દામાલ કબજે કર્યો: ઓખા માછીમાર સામે ગુનો

ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા નામના બે શખ્સોને પોલીસે રૂૂપિયા 5,300 ની કિંમતની વિદેશી દારૂૂની બે બોટલ તથા મોટરસાયકલ મળી કુલ રૂૂપિયા 35,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દારૂૂની આ બાટલીઓ તેઓએ ભાણવડમાં રહેતા કરણ જગદીશભાઈ કાનાણી નામના શખ્સ પાસેથી ખરીદી હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસે બંને શખ્સોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

માછીમાર સામે ગુનો
સલાયામાં ડી.વી. નગર પાસે રહેતા અલી અકબર લોરુ નામના 23 વર્ષના માછીમાર યુવાને ફિશરીઝ વિભાગ દ્વારા આપવામાં આવેલા ટોકનમાં જણાવ્યા મુજબ એક ખલાસીના બદલામાં અન્ય એક નામ વગરના શખ્સને લઈને દરિયામાં માછીમારી કરવા જતા ઓખા મરીન પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

Exit mobile version