મોરબીમા સાયબર ફ્રોડ કે ચીટીંગથી મેળવેલ રકમ સગેવગે કરવા માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી રકમ જમા કરાવી વિડ્રો કરવાના કોભાંડનો પર્દાફાશ કરી સાયબર ક્રાઈમ ટીમ સતત કાર્યવાહી કરી રહી છે જેમાં વધુ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
મોરબી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરજ બજાવતા મનોજભાઈ ઠાકરશીભાઈ લક્મેં આરોપીઓ સંજય ખેંગારભાઈ સોલંકી અને મનોજ મોહનભાઈ ચૌહાણ ( રહે બંને રોહીદાસપરા મોરબી વાળા ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મનોજ ચૌહાણે અન્ય ઈસમો સાથે મળી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા આરોપી સંજય સોલંકીના સેવિંગ્ઝ એકાઉન્ટ ખોલાવી રૂૂ 24,09,150 જમા કરાવી કમીશન પેટે રૂૂ 10,000 આપી ખાતામાં જમા કરેલી રકમ ચેક, એટીએમથી વિડ્રો કરી સગેવગે કર્યાની ફરિયાદ નોંધાવી છે સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
