માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બેની ચાંચાવદરડા ગામની સીમમાંથી ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઉઘાડું પાડી બે શખ્સોને 25 હજાર લીટર ડીઝલ સાથે પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં ફરી એક વખત ડીઝલ ચોરી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં માળિયાના ચાંચાવદરડા ગામની સીમમાં અમુક શખ્સો ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરી કરી બારોબાર વેચતા હતા.
માળીયા મિંયાણા પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે ડીઝલ ચોરીની જગ્યાએ દરોડો પાડી ટ્રક ડ્રાઇવર સહિત બે શખ્સોને અંદાજિત 25000 લીટર જેટલા ડીઝલના જથ્થા અને ટ્રક સહિત મુદ્દામાલ સાથે પકડી લીધા છે. આ ડીઝલ ચોરી કોણ ચલાવી રહ્યું હતું. તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

