અષાઢી બીજે 112 તાલુકામાં ઝાપટાથી સવા બે ઇંચ વરસાદ

પડધરીમાં 2.24 અને વલ્લભીપુરમાં દોઢ ઇંચ, સવારથી વાદળછાયું વાતાવરણ ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ યથાવત્ત છે. ગુજરાતમાં વરસાદ વરસતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના…

પડધરીમાં 2.24 અને વલ્લભીપુરમાં દોઢ ઇંચ, સવારથી વાદળછાયું વાતાવરણ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ યથાવત્ત છે. ગુજરાતમાં વરસાદ વરસતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટકર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, 16 જુલાઈ સવારના 6 વાગ્યાથી 17 જુલાઈ સવારના 6 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના અનેક તાલુકામાઓમાં મેઘમહેર જોવા મળી છે.

વરસાદની વિગતો જોઈએ તો, રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં 2.24 ઇંચ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સારી હાજરી પુરાવી છે, જેમાં સુરત જિલ્લાના કામરેજમાં 1.81 ઇંચ, માંગરોળમાં 1.5 ઇંચ અને બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છના રાપર તાલુકામાં પણ 1.69 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભાવનગરના વલ્લભીપુરમાં 1.3 ઇંચ અને અમદાવાદના ધંધુકામાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલીના લીલીયામાં 0.63 ઇંચ અને બોટાદમાં પણ 0.63 ઇંચ વરસાદ થયો છે. અમરેલીના લાઠીમાં 0.51 ઇંચ અને મોરબીમાં 0.47 ઇંચ વરસાદ પડ્યો છે.

રાજ્યના અન્ય ભાગોમાં તાપી જિલ્લાના વ્યારામાં 0.43 ઇંચ, સુરત શહેરમાં 0.31 ઇંચ અને વડોદરાના કરજણમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના મહુધામાં 0.31 ઇંચ વરસાદ થયો છે. નવસારીના ચીખલી અને મહેસાણાના બેચરાજીમાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ 112 તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે.