Site icon Gujarat Mirror

જામનગર માં સગીરા દુષ્કર્મ કેસમાં બે આરોપીઓ ને 20 વર્ષની સજા

જામનગર ની પોકસો અદાલતે સગીરા સાથે નાં દુષ્કર્મ નાં કેસ માં બે આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા તથા સમીર હુશેન હનીફભાઈ ગજીયા ને પોકસો સહિત ની કલમ અન્વયે ર0 વર્ષ ની સખત કેદની સજા તથા રૂૂ.10,000 નો દંડ તથા ભોગબનનાર ને વળતર પેટે રૂૂ.4,00,000 ચુકવવા નો હુકમ કર્યો છે.

આ કેસ નાં આરોપી તોસીફહુશેન સુલેમાનભાઈ લાખા એ તા.27/06/2021 થી તા.01/04/20રર દરમ્યાન ફરીયાદી ની સગીર વય ની દીકરી (ઉંમર 13 વર્ષ, 6 માસ) સાથે તેણી ની સંમતિ વગર તેની મરજી વિરુધ્ધ અવાર-નવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ ગુજારી ભોગબનનાર નું શારીરિક શોષણ તેમજ દુષ્કર્મ આચરેલ તેમજ અન્ય આરોપી સમીરહુશેન હનીફભાઈ ગજીયા એ આ કૃત્ય નો વિડીયો પોતાની પાસે હોવાનું ભોગબનનાર ને જણાવી વિડીયો બધાને બતાવી દેવાની ધમકી આપી, સગીરા સાથે બળજબરી થી અવાર-નવાર શરીર સંબંધ બાંધેલ તેમજ શારીરિક શોષણનાં કારણે બાળા ગર્ભવતી થઈ હતી.

તે અંગે ની ફરીયાદ એ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.27/06/2022 નાં રોજ નોંધાવા માં આવી હતી. જે ફરીયાદ મુજબ તપાસ કરનાર અધિકારી દ્વારા ગુના ની તપાસ કરી આરોપીઓ વિરુધ્ધ પોકસો સહિત ની કલમ મુજબ નો ગુનો નોંધી આરોપીઓ ની ધરપકડ કરી હતી. જે કેસ જામનગર ની પોકસો અદાલતમાં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી તથા મેડીકલ ઓફીસર વિગેરે 10 જેટલા સાહેદો ની જુબાની તથા સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલ 40 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી એ અદાલત સમક્ષ કરેલ ધારદાર દલીલ જણાવેલ કે, આરોપીઓ સામે સગીર વયની બાળા ભોગબનનાર ને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કરવા અંગેનો ગુનો છે .તેમજ ફરીયાદ પક્ષ આરોપી ઓ વિરુધ્ધનાં આક્ષેપો નિ:શંકપણે પુરવાર કરેલ છે. તેમજ સમાજમાં દિન પ્રતિદીન આ પ્રકારનાં ગુનાઓનું પ્રમાણ વધી રહેલ છે અને બાળાઓ ભોગબનનાર ઉપર વિપરીત અસર પડે છે જેથી સમાજમાં દાખલો બેસે તેથી આરોપીઓ ને મહતમ સખત કેદની સજા તથા દંડ નો હુકમ ફરમાવા રજૂઆત કરેલ હતી.

જે મુજબ જામનગર ની સ્પે.પોકસો અદાલતનાં ન્યાયાધીશ આર.પી.મોગેરા એ ઉપરોકત હકીકતો તથા ગુના ની ગંભીરતા ધ્યાને લઈ આરોપીઓ ને પોકસો તથા ભારતીય દંડ સંહીતા ની અલગ અલગ કલમો હેઠળ તકસીરવાન ઠરાવી બન્ને આરોપીઓ ને 20 વર્ષ ની સખત કેદ ની સજા તથા રૂૂ.10,000 નો દંડ અને જો આરોપી ઓ દંડ ન ભરે તો વધુ 1 વર્ષ ની સાદી કેદ ની સજા નો હુકમ ફરમાવેલ છે. તથા ભોગબનનાર બાળા ને વળતર પેટે રૂૂ.4,00,000 ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસ માં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયા હતા.

Exit mobile version