ગુજરાત
અમેરિકામાં ટ્રમ્પ જ જીતશે, વિખ્યાત અર્થશાસ્ત્રી ક્રિસ્ટોફ બરોડની આગાહી
છેલ્લા 12 વર્ષમાં 11માં બ્લુમબર્ગના આર્થિક અનુમાનો સચોટ રહ્યા છે
અમેરિકામાં 4 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. (યુએસ પ્રેસીડેન્સીયલ ઈલેકશન 2024) દરેક વ્યકિત જાણવા માંગે છે કે કોણ જીતશે ટ્રમ્પ કે કમલા હેરિસ જોકે પરીણામ આવ્યા બાદ જ ખબર પડશે કે જનતાના આર્શીવાદ કોને મળ્યા છે.ટ્રમ્પ અને હેરિસ વચ્ચે ગાઢ સ્પર્ધા છે. આવી સ્થિતિમાં કોણ જીતશે તે કહેવુ મુશ્કેલ છે.દરમ્યાન ફપ્રખ્યાત અર્થશાસ્ત્રી ક્રિસ્ટોફ બેરાઉડે આગાહી કરી છે કે રિપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે.
વિશ્વના સૌથી સચોટ અર્થશાસ્ત્રી તરીકે જાણીતા બરોડે આ આગાહી શા માટે કરી છે તેની પાછળ એક ખાસ કારણ છે.તેમની આગાહી નાણાકીય બજાર સંકેતો સહીત વિવિધ મેટ્રીકસ પર આધારીત છે.તેમણે 5 નવેમ્બરના રોજ ટ્રમ્પની આગેવાની હેઠળની ૠઘઙ કલીન સ્વીપ તરફ ધ્યાન દોર્યું માર્કેટ સિકયોરીટીઝ મોનાકોના મુખ્ય અર્થશાસ્ત્રી અને વ્યુહ રચનાકાર બરોડ, છેલ્લા 12 વર્ષમાં 11 માં બ્લુમબર્ગના આર્થિક અનુમાન રેન્કીંગમાં ટોચ પર છે.38 વર્ષની ઉંમરે તેણે તેની નવી આગાહીઓમાં વિશ્વસનીયતાનો ટ્રેક રેકોર્ડ જાળવી રાખ્યો છે.
ઇફિફિીમ અનુસાર ૠઘઙ કદાચ સેનેટ કબજે કરશે. બિઝનેસ ઈનસાઈડર સાથેની એક મુલાકાતમાં બારોડે સુચવ્યુ હતું કે ટ્રમ્પનું પ્રમુખપદ અને કોંગ્રેસનું રિપબ્લીકન નિયંત્રણ કામચલાઉ આર્થિક વૃધ્ધિ તરફ દોરી શકે છે. જેમાં 2025 માં જીડીપી વૃધ્ધિ 2.1 ટકા અને 2.3 ટકા વચ્ચે રહેવાનો અંદાજ છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ટ્રમ્પ હેઠળ જરૂૂરી ટેકસ કાપની ભરપાઈ અન્ય આવક સ્ત્રોતો દ્વારા કરવામાં નહિં આવે તો ભવિષ્યમાં ફેડરલ ડેફિસીટ સહીત અનેક મુદાઓ ઉભા થઈ શકે છે.