કોરોના ઉત્પતિ માટે ચીનનો ખુલ્લે આમ વિરોધ કરીને લોકપ્રિય બન્યા હતા
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમ બનાવવાનું શરૂૂ કરી દીધું છે. આ સંદર્ભમાં તેમણે માઈક વોલ્ટ્ઝને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. વોલ્ટ્ઝ આર્મી નેશનલ ગાર્ડના નિવૃત્ત અધિકારી છે અને તેમને લડાઇનો અનુભવ છે. તેઓ ભૂતપૂર્વ સૈનિક પણ રહી ચૂક્યા છે. વોલ્ટ્ઝ ટ્રમ્પના કટ્ટર સમર્થક રહ્યા છે. ચીન પ્રત્યે તેમનું કડક વલણ માનવામાં આવે છે. તેમણે જ કોવિડ-19ની ઉત્પત્તિ અને ચીનમાં મુસ્લિમ ઉઇગુર વસ્તીના જુલમ પર અવાજ ઉઠાવ્યો હતો. આને લઈને તેણે અમેરિકાને બેઈજિંગમાં 2022ના વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.
માઈક વોલ્ટ્ઝ પૂર્વ-મધ્ય ફ્લોરિડાના 3-ટર્મ રિપબ્લિકન કોંગ્રેસમેન છે. ગયા અઠવાડિયે અમેરિકી કોંગ્રેસમાં ચૂંટાયેલા અને સરળતાથી પુન:ચૂંટણી જીતનાર યુએસ સૈન્યના તેઓ પ્રથમ ભૂતપૂર્વ સભ્ય છે. ગજઅ પદ માટે વોલ્ટ્ઝની વિચારણા એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનને હથિયાર આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે ભાગીદારી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ઈરાનના પ્રોક્સી જૂથો તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. ઇઝરાયેલ, હમાસ અને હિઝબોલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ માટે દબાણ જેવા ઘણા રાષ્ટ્રીય સુરક્ષા જોખમો છે.
માઈક વોલ્ટ્ઝે પેન્ટાગોનમાં નીતિ સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. ટ્રમ્પના સંક્રમણ અભિયાનના પ્રવક્તા કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, પપ્રમુખ ચૂંટાયેલા ટ્રમ્પ ટૂંક સમયમાં તેમના બીજા વહીવટમાં કામ કરતા લોકો વિશે નિર્ણય લેવાનું શરૂૂ કરશે. નિર્ણય લીધા પછી તેમની જાહેરાત કરવામાં આવશે.થ તે જ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પ તેમના નવા વહીવટમાં નીતિ બાબતોના ડેપ્યુટી ચીફ તરીકે રાજકીય સલાહકાર સ્ટીફન મિલરને નિયુક્ત કરશે. વાઇસ પ્રેસિડેન્ટ-ચૂંટાયેલા જેડી વાન્સે ટ્વિટર પર મિલરને અભિનંદન સંદેશ પોસ્ટ કર્યો. આમાં તેણે કહ્યું હતું કે, પરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ બીજી શ્રેષ્ઠ પસંદગી છે.

