આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશી ઘુસણખોરો સામે ED કાર્યવાહી, ઝારખંડમાં મતદાન પહેલાં 19 સ્થળે દરોડા
મની લોન્ડરિંગની આશંકાએ અનેક મહિલાઓને ઝારખંડ-બંગાળમાં ધુસાડાઇ હોવાની શંકા
હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીના મામલે તપાસ શરૂૂ કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ એંગલની તપાસ માટે આ કેસમાં 17 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પાડવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ઊઉને આ કેસમાં મની લોન્ડરિંગની માહિતી પણ મળી છે અને તેણે આ એંગલથી તપાસ આગળ વધારી છે. ઇડીએ સપ્ટેમ્બરમાં આ મામલે કેસ નોંધ્યો હતો. ગેરકાયદે ઘૂસણખોરી અને માનવ તસ્કરીના મામલામાં મની લોન્ડરિંગનો એંગલ પ્રકાશમાં આવ્યા બાદ તેણે તપાસ પણ શરૂૂ કરી હતી.
એવી માહિતી મળી હતી કે મોટી સંખ્યામાં બાંગ્લાદેશી મહિલાઓને ઝારખંડ મોકલવામાં આવી છે અને તેની પાછળ પૈસાની લેવડદેવડ પણ છે. પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના અન્ય નેતાઓનું કહેવું છે કે આમાં રાજ્ય સરકારનો હાથ છે અને તે આવી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. આ પ્રકારની ઘૂસણખોરી એટલા માટે કરવામાં આવી રહી છે કે જેથી ઝારખંડની ડેમોગ્રાફી બદલી શકાય અને ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવી શકાય. ભાજપે ચૂંટણી પ્રચારમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ ઘૂસણખોરી સંથાલ પરગણા અને કોલ્હાન વિસ્તારોમાં વધુ થઈ રહી છે.