ચૂંટણી હારતા જ ટ્રમ્પ ઢીલા ઢફ, ઇરાન પર હુમલા બંધ

ટૂંક સમયમાં મંત્રણાની તારીખ જાહેર કરશે અમેરિકી મધ્યવર્તી ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષના અણધાર્યા પરાજય બાદ વ્હાઇટ હાઉસમાંથી અત્યંત આશ્ચર્યજનક નિર્ણયોની હારમાળા શરૂૂ થઈ ગઈ છે. સંસદના…

ટૂંક સમયમાં મંત્રણાની તારીખ જાહેર કરશે

અમેરિકી મધ્યવર્તી ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષના અણધાર્યા પરાજય બાદ વ્હાઇટ હાઉસમાંથી અત્યંત આશ્ચર્યજનક નિર્ણયોની હારમાળા શરૂૂ થઈ ગઈ છે. સંસદના બંને ગૃહોમાં બહુમતી ગુમાવ્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપતિએ વૈશ્વિક રાજકારણની દિશા બદલી નાખે તેવી બે મોટી જાહેરાતો કરી છે. આંતરરાષ્ટ્રીય મીડિયાને આપેલા વિશેષ ઈન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પર હવે આગળ કોઈ સૈન્ય હુમલો કરવાની વોશિંગ્ટનની યોજના નથી અને બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં શાંતિ મંત્રણા યોજાશે. આ ઉપરાંત મધ્ય પૂર્વમાં પોતાના પરંપરાગત સાથી દેશ ઈઝરાયેલને દર વર્ષે અપાતી 4 અબજ ડોલરની નિયમિત ગ્રાન્ટ પણ તત્કાલ અસરથી અટકાવી દેવાનો આદેશ જારી કરાયો છે.

મિડટર્મ ચૂંટણીઓના તાજા વલણોમાં કોંગ્રેસ પર વિપક્ષી ડેમોક્રેટ્સનો કબજો નિશ્ચિત બન્યો છે, જ્યારે સેનેટમાં પણ સત્તાધારી પક્ષ ઘણો પાછળ ધકેલાઈ ગયો છે. આ પછડાટ બાદ વોશિંગ્ટનની લશ્કરી આક્રમકતા પર અચાનક પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વહીવટી તંત્રે સ્થાનિક અસંતોષને શાંત કરવા માટે તરત જ સૈન્ય નીતિમાં વ્યાપક નરમાશ દાખવવાની શરૂૂઆત કરી દીધી છે.

પ્રતિષ્ઠિત બિઝનેસ અખબાર ફાઈનાન્શિયલ ટાઈમ્સ સાથે ખાસ વાતચીત કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે હવે આગળ કોઈ સૈન્ય કાર્યવાહી કરવાનો કોઈ વિચાર નથી. તેમણે હાલની સ્થિતિને સંતોષકારક ગણાવતાં દાવો કર્યો કે બંને પક્ષો વચ્ચે પડદા પાછળ સંવાદ ચાલી રહ્યો છે. આ મંત્રણાનું સકારાત્મક પરિણામ આવે તે માટે શાંતિ મંત્રણાની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં નક્કી કરીને જાહેર કરવામાં આવશે. શાંતિ સંકેતોની સાથોસાથ અમેરિકાએ ઈઝરાયેલને અપાતી વાર્ષિક 4 અબજ ડોલરની નાણાકીય સહાય તાત્કાલિક ધોરણે રોકી દેવાનો આકરો નિર્ણય લીધો છે.