સંસદનું ચોમાસું સત્ર 83 દિવસ પછી પણ ચાલુ, 39 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂૂ થયું હતું અને 13 ઓગસ્ટ, 2026ના રોજ તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. 83…

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂૂ થયું હતું અને 13 ઓગસ્ટ, 2026ના રોજ તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. 83 દિવસ વીતી ગયા હોવા છતાં, 18મી લોકસભાના આ આઠમા સત્રને હજુ સુધી સત્તાવાર રીતે સમાપ્ત કરવામાં આવ્યું નથી. આનો અર્થ એ છે કે, તકનીકી રીતે, સત્ર હજુ પણ ચાલુ છે, ભલે ગૃહમાં કોઈ કાર્યવાહી ન થઈ રહી હોય. આ સ્થિતિએ સંસદને અનિશ્ચિત મુદત માટે સ્થગિત રાખવા અંગેનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વાસ્તવમાં, 1987માં બોફોર્સ વિવાદને કારણે લોકસભાને 76 દિવસ સુધી અનિશ્ચિત મુદત માટે સ્થગિત રાખવામાં આવી હતીજે અત્યાર સુધીનો સૌથી લાંબો સમયગાળો હતો.

તે સમયે, આઠમી લોકસભાનું આઠમું સત્ર 23 ફેબ્રુઆરી, 1987ના રોજ શરૂૂ થયું હતું. બોફોર્સ સોદાને લઈને ગૃહમાં સતત હોબાળો થતાં, 12 મેના રોજ તેને અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદના 76 દિવસ સુધી આ સત્રને સત્તાવાર રીતે સમાપ્ત કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ, 27 જુલાઈથી 28 ઓગસ્ટ દરમિયાન ગૃહની કાર્યવાહી ફરી શરૂૂ થઈ હતી. આખરે 3 સપ્ટેમ્બર, 1987ના રોજ લોકસભાનું સત્ર સત્તાવાર રીતે સમાપ્ત કરવામાં આવ્યું હતું.

2026માં 1987નો રેકોર્ડ તોડી નાખવામાં આવ્યો છે, પરંતુ ચોમાસુ સત્રના આ અનિશ્ચિત મુદત માટેના સ્થગિતકરણનો અંત ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ સંકેતો નથી. આ ઘટનાક્રમ વચ્ચે, સંસદનું વિશેષ સત્ર બોલાવવા અંગેની અટકળો તેજ બની છે. એવી ચર્ચાઓ છે કે સરકાર ’મહિલા અનામત કાયદા’ના અમલીકરણ અને સીમાંકન સંબંધિત દરખાસ્તો પર વિચાર કરવા માટે ટૂંકી નોટિસ પર વિશેષ સત્ર બોલાવી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કોંગ્રેસે સંસદના ચોમાસુ સત્રને સત્તાવાર રીતે સમાપ્ત ન કરવા અંગે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું છે કે ગૃહમંત્રી લોકસભામાં સીમાંકન ખરડો પસાર કરવા માટે એક વિશેષ સત્ર બોલાવવાનું વિચારી રહ્યા છે, જેના માટે બે-તૃતીયાંશ બહુમતીની જરૂૂર પડશે. જોકે પ્રસ્તાવિત ખરડાઓની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેનો ઉદ્દેશ્ય કથિત રીતે ભાજપને 2029ની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરતા અટકાવવાનો હોવાનું માનવામાં આવે છે.