Site icon Gujarat Mirror

હળવદ નજીકથી 4223 બોટલ દારૂ સાથે ટ્રક ઝડપાયો

માટીની આડમાં છૂપાવી દારૂની ખેપ, 15.14 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે આવેલ હોટલના પાર્કિંગમાં માટી ભરેલો ટ્રક ઉભો હતો તે ટ્રકની અંદર દારૂૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં ટ્રકને ચેક કરવામાં આવતા ટ્રકમાંથી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 4,223 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂૂ, વાહન, મોબાઈલ તથા રોકડ મળીને 15,14,165 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ કરી છે
હળવદ સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમદાવાદ હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે રામદેવ હોટલના પાર્કિંગમાં પડેલ ટ્રક નંબર આરજે 52 જીએ 9204 માં સફેદ માટી ભરેલી હતી અને તે વાહનની અંદર દારૂૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે તે વાહનને ચેક કર્યું હતું.

ત્યારે તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂૂની 4,223 બોટલ મળી આવતા પોલીસે 4,64,600 ની કિંમતનો દારૂૂનો જથ્થો કબજે કર્યો હતો અને મોબાઈલ ફોન, રોકડા રૂૂપિયા તથા ટ્રક મળીને કુલ 15,14,165 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલમાં પોલીસે ટ્રકના ચાલક જાનમહમદ અબ્દુલરસીદ મેવ રહે. નીમલી તાલુકો તિજારા રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને ટ્રકના ડ્રાઇવર સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version